Explore

Search

February 4, 2026 12:31 pm

IAS Coaching

સુરતમાં ગાર્બેજ કલેક્શન કરતા ટેમ્પોએ સર્જ્યો અકસ્માત:વરાછાના ભરતનગર શાકમાર્કેટમાં બે લારી અને મોપેડને અડફેટે લીધા, કોઈ જાનહાની નહીં.

સુરતના વરાછા વિસ્તારમાં શાક માર્કેટમાંથી ગાર્બેજ કલેક્શન કરતાં ટેમ્પા સાથે અકસ્માતની ઘટના સામે આવી હતી.

સવારમાં માર્કેટમાંથી કચરો લઈને ટેમ્પો પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન અકસ્માત સર્જાતા બે લારીને નુકસાન થયું હતું. તેમજ મોપેડને પણ નુકસાન થયા હોવાના દૃરશ્યો સામે આવ્યા હતા.

ભરતનગર નજીકની શાક માર્કેટમાંથી પસાર થતાં ગાર્બેજ કલેક્શન કરતી ગાડીના ડ્રાઈવરે ગફલત ભરી રીતે હંકારતા શાકભાજીની બે લારીઓને ટક્કર મારી હતી. એટલું જ નહીં, પરંતુ પાર્ક કરેલી મોપેડને પણ ટક્કર મારતા નુકસાન પહોંચાડ્યું હતું. શાક માર્કેટમાં ખૂબ જ ઓછી જગ્યા હોવા છતાં ટેમ્પાનો ચાલક સાવચેતી પૂર્વક હંકારતો ન હતો. બે શાકભાજીની લારીઓને ટક્કર મારતા તમામ શાકભાજી રોડ ઉપર પડી ગઈ હતી. જેને કારણે ડ્રાઇવર સાથે શાકભાજી વિક્રેતાઓની માથાકૂટ પણ થઈ હતી.

સુરત મહાનગરપાલિકાના ગાર્બેજ કલેક્શનના ચાલકો યોગ્ય રીતે વાહન હંકારતા ન હોવાની ફરિયાદો ઉઠતી રહે છે. ગાડીની કન્ડિશન પણ એટલી ખરાબ હોય છે કે, તેના કારણે ટ્રાફિકજામ પણ સર્જાઈ જતા હોય છે. અધવચ્ચે જ ગીચ અવરજવરમાં ગાડીઓ બંધ પડી જતી હોય છે. ઘણી વખત તો જે ગાર્બેજ કલેક્શનની ગાડીમાં કચરો લઈ જવાય છે તેમાંથી જ કચરો રસ્તા ઉપર પડતો જતો હોય છે. જેને કારણે અન્ય વાહન ચાલકોને તો તકલીફ થતી હોય છે, પરંતુ દુર્ગંધ પણ ખૂબ આવતી હોય છે. કલેક્શન કરવા નીકળતી ગાડીઓ યોગ્ય રીતે રસ્તા ઉપર દોડતી નથી. જેના કારણે અકસ્માતો સર્જાતા રહે છે. ભરતનગરમાં થયેલા અકસ્માતમાં સદનસીબે કોઈ રાહદારીને કે શાકભાજી વિક્રેતાને અડફેટમાં લીધા ન હતા, પરંતુ મોપેડને નુકસાન કર્યું હતું.

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot