Explore

Search
Close this search box.

Search

September 19, 2024 4:54 am

IAS Coaching

56ની છાતી: વિદેશની ધરતી પર અટલ બિહારી વાજપેયીએ પાકિસ્તાનને બતાવી હતી લાલ આંખ

ઈસ્લામાબાદ: વર્ષ 2014 બાદથી અટવાયેલું સાર્ક સંમેલન ક્યારે થશે કોઈ નથી જાણતું. ભારત ,પાકિસ્તાન, નેપાળ, ભૂટાન, બાંગ્લાદેશ, માલદીવ અને શ્રીલંકા જેવા દેશોથી બનેલું દક્ષિણ એશિયાઈ ક્ષેત્રિય સંગઠન એટલે કે, સાર્ક હવે પોતાના અસ્તિત્વની લડાઈ રહ્યું છે. વર્ષ 2016માં તેને પાકિસ્તાનમાં આયોજીત થવાનું હતું, પણ તે જ વર્ષે પઠાણકોટમાં ભારતીય વાયુસેનાના બેસ પર અને બાદમાં ઉરીમાં આર્મી કેમ્પ પર થયેલી આતંકી હુમલો. આ હુમલાના કારણે ભારતે આ સંમેલનમાં ભાગ લેવાની ના પાડી દીધી. આજે અટલ બિહારી વાજપેયીની જન્મતિથિના અવસર પર સાર્ક, પાકિસ્તાન અને ત્યાં ઊભરી રહેલા આતંકવાદનો ન હોય, તે શક્ય નથી.વર્ષ 2002માં એટલે કે, ઠીક 20 વર્ષ પહેલા પણ આવી જ સ્થિતી હતી. તે સમયે પાકિસ્તાનના જનરલ જે દેશના રાષ્ટ્રપતિ બની ચુક્યા હતા. પરવેઝ મુશર્રફ અને વાજપેયીના સાર્કમાં થયેલા હૈંડશેકે દુનિયાને એક નવી આશા બંધાઈ હતી. બધાને લાગતું હતું કે, સંબંધો પર જામેલો બરફ કદાચ હવે પિઘળી જશે. પણ બધાં ભૂલી રહ્યા હતા કે, તે પાકિસ્તાન હતું, જે બે દાયકા બાદમાં પણ તેવું ને તેવું જ હતું. મુશર્રફે ખુદ એ હૈંડશેકને ખૂબ જ અઘરી ક્ષણ ગણાવી હતી. હવે જાણીએ ઈતિહાસની આ રોચક કિસ્સો.

આ પણ વાંચો: 
અટલ જયંતિ: સદૈવ અટલ પહોંચીને પીએમ મોદી સહિત રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી

સાર્ક સંમેલનમાં કંઈક આવું થયું હતું

વર્ષ 1947માં થયેલા વિભાજન બાદથી ભારત અને પાકિસ્તાનના સંબંધો તણાવભર્યા રહ્યા છે. 4થી 6 જાન્યુઆરી 2002ના રોજ નેપાળની રાજધાની કાઠમાંડૂમાં 11માં સાર્ક સંમેલનનું આયોજન થયું હતું. આ સંમેલનનું આયોજન ભારતની સંસદ પર હુમલો કારગિલનું જંગ અને ઐતિહાસિક આગરા સંમેલન બાદ થઈ રહ્યું હતું. મુશર્રફ આ સંમેલનમાં ભાગ લેવા આવ્યા હતા. મુશર્રફે પોતાના ભાષણમાં કહ્યું કે, તેમનો દેશ ભારત સાથે તમામ મુદ્દા પર શાંતિપૂર્ણ રીતે હલ કરવા માગે છે. તે ભારત સાથે સારા સંબંધો ઈચ્છે છે. ત્યાર બાદ તેમણે જાહેરાત કરી કે, તે આ સંમેલન દ્વારા ભારતના પ્રધાનમંત્રી વાજપેયીની સામે દોસ્તીનો હાથ લંબાવે છે.

વાજપેયીએ પણ હાથ મિલાવ્યો હતો

સાર્ક સંમેલન દરમિયાન મુશર્રફ પોતાનું ભાષણ આપીને પોર્ડિયમથી ઉતરી રહ્યા હતા. વાજપેયી સાથે હાથ મિલાવીને મુશર્રફે સૌને ચોંકાવી દીધા હતા. પણ બાદમાં વાજપેયીએ જે કર્યું કે, તેની કલ્પના કદાચ મુશર્રફે પણ નહીં કરી હોય. મુશર્રફ પાકિસ્તાનની સેનાના એ જ જનરલ હતા, જેમણે કારગિલની કહાની લખી અને બરાબરની ફજેતી થઈ હતી. ભાષણ આપીને પોતાની સીટ પર જતા પહેલા મુશર્રફ, વાજપેયીની નજીક આવ્યા અને તેમણે પોતાનો હાથ આગળ લંબાવ્યો. વાજપેયી તેને નજરઅંદાજ કરી શક્યા નહીં. તેમણે પણ સીટમાંથી ઉઠીને ઉષ્માભર્યું મિલન કરીને જનરલને જવાબ આપ્યો.

મુશર્રફનો પ્લાન ફેલ

મુશર્રફ પોતાના આ હેંડશેકથી દુનિયાને બતાવવા માગતા હતા કે, પાકિસ્તાન આજે પણ ભારત સાથે દોસ્તી અને શાંતિ ઈચ્છે છે. ઘટના વિશે ભારત અને પાકિસ્તાનના મીડિયાએ આ હેંડશેક પર લખ્યું કે, આવા સમયે જ્યારે આતંકવાદ ફુલ્યોફાલ્યો છે, મુશર્રફ અને વાજપેયી વચ્ચે દેખાઈ રહેલી નિકળતા વખાણવા લાયક છે. હાથ મિલાવીને મુશર્રફ ચોક્કસપણે પોતાની એક અલગ છબી ઊભી કરવા માગતા હતા, પણ વાજપેયીના ભાષણે તેમના પ્લાન પર પાણી ફેરવી દીધું હતું.

વાજપેયી જો હૈંડશેક કર્યું તો, થોડી જ સેકન્ડોમાં મુશર્રફને બરાબરનો જવાબ આપી દીધો હતો. વાજપેયી આ સંમેલનમાં કહ્યું હતું કે, મને ખુશી છે કે, રાષ્ટ્રપતિ મુશર્રફે મારા તરફ દોસ્તીનો હાથ લંબાવ્યો. મેં આપ તમામની હાજરીમાં તેમની સાથે હાથ મિલાવ્યો. હવે મુશર્રફે પોતાના આ જ ભાવને આગળ વધારવો પડશે. વાજપેયીએ કહ્યું કે, મુશર્રફે વચન આપવું પડશે કે, તે પાક અથવા તેનાથી અડીને આવેલી સરહદો પર આતંકી પ્રવૃતિએ ઉગવા નહીં દે, જે ભારતની વિરુદ્ધ હશે.

વાજપેયીએ બધુ યાદ અપાવી દીધું

વાજપેયીએ એ પણ યાદ અપાવ્યું કે, નથી ભૂલ્યા કે ભારત હંમેશાથી પાકિસ્તાન સાથે દોસ્તીનું સમર્થક રહ્યું છે. લાહોર પણ આ જ ઉદ્દેશ્યથી ગયા હતા, પણ દરેક વખતે પાકિસ્તાને ભારતને દગો આપ્યો છે. વાજપેયી આકરા શબ્દોમાં કહ્યું કે, લાહૌર બાદ ભારતને કારગિલ યુદ્ધની ગિફ્ટ મળી. કાઠમાંડૂથી ભારતીય એરલાાઈન્સના વિમાનને હાઈજૈક કરી લીધું. ત્યાર બાદ વાજપેયીએ જે કહ્યું કે, તે આજ સુધી નહીં ભૂલાય. તેમના શબ્દો હતા. મેં મુશર્રફને આગરા બોલાવ્યા અને તેમણે અમને જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલાની સાથે સાથે સંસદ પર હુમલાની ગિફ્ટ આપી. આ ઘટનાના એક મહિના બાદ એટલે કે ફેબ્રુઆરી 2002માં મુશર્રફે જ્યારે એક જાપાની મીડિયાને ઈન્ટરવ્યૂ આપ્યું તો, તેમણે માન્યું કે, વાજપેયી સાથે હાથ મિલાવવું તેમના જીવનનો સૌથી અઘરો નિર્ણય હતો.

ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર

Source link

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

Leave a Comment

Digital Griot
જાહેરાત
  • AI Tools Indexer
  • Market Mystique
  • Buzz4ai
Marketing Hack4u
Digital Griot