Explore

Search

February 4, 2026 6:01 pm

IAS Coaching

પોલીસનો કોલર પકડ્યો:‘હું ખોટી ફરિયાદથી સસ્પેન્ડ કરાવી જેલમાંથી નીકળી તને પતાવી દઈશ’

ઉમરા પોલીસમાં કાચા કામના આરોપી સામે વધુ એક ગુનો લાજપોરથી મુદતે લાવેલા આરોપીએ કોર્ટ રૂમમાંપોલીસનો કોલર પકડ્યો

સચિનની લાજપોર જેલમાંથી પોલીસે કાચા કામના આરોપીને કોર્ટની મુદતમાં હાજર કર્યો હતો. જેમાં આરોપીએ કોર્ટરૂમમાં પોલીસનો કોલર પકડી હુમલો કરી ધમકી આપી હતી. અંગે પોલીસકર્મીએ ઉમરા પોલીસમાં ફરિયાદઆપી છે. જેના આધારે પોલીસે આરોપી ભુષણ ઉર્ફે બબલુ બંસીલાલ પાટીલ સામે વધુ એક ગુનો નોંધ્યો છે.

વધુમાં આરોપી ભુષણ ઉર્ફે બબલુ પાટીલ સામે ડિંડોલી પોલીસમાં હત્યાની કોશિશનો ગુનો દાખલ થયો હતો. ગુનામાં આરોપી લાજપોર જેલમાં બંધ છે. 17મી તારીખે કોર્ટમાં તારીખ હતી. આથી હેડ ક્વાર્ટરના પોલીસકર્મીએતેને સવારે લાજપોર જેલમાંથી હાથકડી પહેરાવી પોલીસવાનમાં લઈ અઠવાલાઇન્સની કોર્ટમાં આવ્યા હતા.

કોર્ટ રૂમમાં આરોપીને હાજર કરતી વેળા પોલીસકર્મીએ હાથમાંથી હાથકડી કાઢી સરખો ઊભો રહેવા કહ્યું હતું. આથી આરોપીએ પોલીસ સાથે માથાકૂટ કરી ધમકી આપી કે, હું કોર્ટમાં તારા વિરૂદ્ધમાં ખોટી ફરિયાદ આપીતનેસસ્પેન્ડ કરાવી નાખીશ, હું જેલમાંથી બહાર નીકળી તને પતાવી દઈશ, એવી ચીમકી આપી કોર્ટરૂમમાં ગાળાગાળીકરવા લાગ્યો હતો અને ઉગ્ર વર્તન કર્યું હતું. જેના કારણે પોલીસકર્મીએ ઉમરા પોલીસમાં ફરિયાદ આપી હતી.

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot