Explore

Search

February 4, 2026 6:01 pm

IAS Coaching

સુપરફાસ્ટ ટ્રેન પસાર થઈ અને પાટા પર પડેલી હથોડી ઉડીને સીધી કર્મચારીને વાગી

નવસારી રેલવે સ્ટેશન પર અકસ્માતની એક વિચિત્ર ઘટના સામે આવી છે. જેમાં રેલવે કામદારની ગંભીર બેદરકારીના કારણે પ્લેટફોર્મ પર ઊભેલા જીવ જોખમમાં મૂકાઈ ગયો. રેલવે ટ્રેક પર કામ કરતો કામદાર પાટા પર જ 5 કિલોનો હથોડો ભૂલી ગયો હતો. આ દરમિયાન ત્યાંથી તેજસ એક્સપ્રેસ પસાર થતા હથોડો ઉછળીને યુવકને છાતીમાં વાગ્યો હતો. આથી તેને 108ની મદદથી સારવાર માટે નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. રેલવે કર્મીની બેદરકારીના કારણે ટ્રેન પણ ઉથલી શકતી હતી.

18મી ફેબ્રુઆરીના રોજ નવસારી રેલવે સ્ટેશને પાસે ટ્રેક પર રૂટિન મેન્ટેનન્સનું કામ ચાલી રહ્યું હતું. પ્લેટફોર્મ નં.2 પર કમલેશ સોનકર ઊભા હતા. આ દરમિયાન તેજસ એક્સપ્રેસ ટ્રેન આવતા કર્મચારીઓ ટ્રેક પરથી ખસી ગયા હતા અને પ્લેટફોર્મ નં.3 પરથી તેજસ એક્સપ્રેસ પસાર થઈ હતી. જોકે કર્મચારી દ્વારા અંદાજે 5 કિલો વજનનો લોખંડનો હથોડો ટ્રેક પર જ ભૂલાઈ જતા ટ્રેનની ટક્કરે હથોડો ઉછળીને કમલેશભાઈના છાતીના ભાગે વાગ્યો હતો. તેજસ એક્સપ્રેસમાંથી ઉડીને આવેલો હથોડો પેસેન્જરને વાગતા અન્ય પેસેન્જરોમાં ભાગદોડ મચી ગઈ હતી. બનાવની જાણ થતા જ સ્ટેશન માસ્તર દ્વારા 108ની મદદથી પેસેન્જરને નવસારી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. 

રેલવે ટ્રેક પર કર્મચારીની ગંભીર બેદરકારીના કારણે પેસેન્જરને હથોડો વાગતા તે બેભાન થઈ ગયો હતો અને તેની ડાબી તરફની પાંસળી તૂટી ગઈ હતી. આ મુદ્દે રેલવે પોલીસે નોંધ લીધી હતી અને તપાસ આરંભી હતી. નોંધનીય બાબત એ છે કે આ ગંભીર ચૂકના કારણે ટ્રેન પણ ઉથલી હોત. એવામાં મોટા પ્રમાણમાં જાનહાનિ થવાનું જોખમ ઊભું થયું હતું. હાલ તો આ બેદરકારીના કારણે પેસેન્જરને વધુ સારવાર માટે નવસારીથી વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

1 thought on “સુપરફાસ્ટ ટ્રેન પસાર થઈ અને પાટા પર પડેલી હથોડી ઉડીને સીધી કર્મચારીને વાગી”

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot