વલસાડ જિલ્લાના વાઘલધારા પાસેથી પસાર થતા નેશનલ હાઈવે પર બુધવારે સાંજે સવા છ વાગ્યાના અરસામાં કેમિકલ ભરેલું ટેન્કર પલટી ગયા બાદ આગ ફાટી નીકળતા અફરતફરી મચી હતી. જ્વલનશીલ કેમિકલ હોવાના કારણે આગે ગણતરીની સેકન્ડોમાં જ વિકરાળરૂપ ધારણ કરી લીધું હતું. આગ એટલી વિકરાળ હતી કે પાછળ આવી રહેલી બે કાર પણ આગની ચપેટમાં આવી હતી. ઘટનાના પગલે પોલીસ દ્વારા નેશનલ હાઈવે પરનો બંને તરફનો વાહનવ્યવહાર સલામતીના ભાગરૂપે બંધ કરાવી દીધો હતો. ચારથી વધુ ફાયરબ્રિગેડની ટીમોએ બે કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. ઘટનાસ્થળ પરથી એક વ્યકિતનો બળી ગયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. જે ટેન્કરનો ચાલક હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. જો કે, હાલ તેની ઓળખ મેળવવા તપાસ કરવામાં આવી રહી છે.
Mumbai અમદાવાદ તરફ જઈ રહેલા નેશનલ હાઈવે 48 પર વલસાડના વાઘલધારા પાસેથી એક કેમિકલ ભરેલું ટેન્કર પસાર થઈ રહ્યું હતું. જે પલટી ગયા બાદ ટેન્કરમાં આગ ફાટી નીકળી હતી. જ્વલનશીલ કેમિકલ હોવાના કારણે આગે ગણતરીની સેકન્ડોમાં જ વિકરાળ સ્વરૂપ લઈ લીધું હતું. જેના કારણે ટેન્કર અગનગોળો બની ગયું હતું. ટેન્કરની સાથે પાછળ આવી રહેલી અન્ય બે કાર પણ આગની ચપેટમાં આવી હતી.
વલસાડ જિલ્લાના વાઘલધારા પાસેથી પસાર થતા નેશનલ હાઈવે 48 પર પસાર થઈ રહેલા કેમિકલ ભરેલા ટેન્કરમાં આગ ફાટી નીકળી હતી. ટેન્કરમાં જ્વલનશીલ કેમિકલ ભરેલું હોય આગે ગણતરીની સેકન્ડોમાં જ વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું. આગ એટલી વિકરાળ હતી કે પાછળ આવી રહેલી બે કાર પણ આગની ચપેટમાં આવી હતી. બીજી તરફ હાલ તંત્ર દ્વારા સલામતીના ભાગરૂપે નેશનલ હાઈવે-48 પરનો વાહનવ્યવહાર વાઘલધારા પાસે બંધ કરાવી દેવામાં આવ્યો હતો..
નેશનલ હાઈવે-48 પર મુંબઈથી અમદાવાદ તરફના ટ્રેક પર બુધવારે સાંજે સવા છ વાગ્યાના અરસામાં કેમિકલ ભરેલા ટેન્કરમાં આગ ફાટી નીકળતા સૌ પ્રથમ વલસાડ ફાયરની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને પાણીનો મારો શરૂ કર્યો હતો. જો કે, આગ વિકરાલ હોય વાપી, અતુલ અને ચીખલીથી પણ ફાયરની ટીમોને બોલાવવામાં આવી હતી. બે કલાક સુધી સતત પાણીનો મારો ચલાવ્યા બાદ સવા આઠ વાગ્યાના અરસામાં આગ પર કાબૂ મેળવાયો હતો.
બે કલાકના અંતે આગ પર કાબૂ આવ્યા બાદ ફાયર બ્રિગેડ દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા એક વ્યકિતની બળી ગયેલી હાલતમાં લાશ મળી આવી હતી. મૃતદેહ ટેન્કરચાલકનો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. જ્યારે આ દુર્ઘટનામાં અન્ય કોઈ લોકો ભોગ બન્યા છે કે નહીં તેની પણ હાલ શોધખોળ ચાલી રહી છે. કુલિંગની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ફાયરની ટીમ વધુ તપાસ હાથ ધરશે.
તાજા સમાચાર
પગાર ભથ્થા નહીં લઉં! ગુજરાત સરકારના આ મંત્રીએ કરી જાહેરાત, કરોડોમાં છે સંપતિ
February 17, 2024
4:59 pm
56ની છાતી: વિદેશની ધરતી પર અટલ બિહારી વાજપેયીએ પાકિસ્તાનને બતાવી હતી લાલ આંખ
February 17, 2024
4:59 pm
ભાજપશાસિત આ રાજ્યમાં પણ હિમાચલવાળી થવાનો ડર, દિગ્ગજ નેતાએ નવી પાર્ટી બનાવી – News18 ગુજરાતી
February 17, 2024
4:59 pm
રાષ્ટ્રીય અધ્યક્ષ વીડિયો જાહેર કર્યો, પાર્ટીનો ઈતિહાસ જણાવ્યો – News18 ગુજરાતી
February 17, 2024
4:59 pm
કેમિકલ ભરેલા ટેન્કરમાં ભીષણ આગ, એકનું મોત વલસાડના નેશનલ હાઈવે પર પલટી ખાધા બાદ ટેન્કર અગનગોળો બન્યું, બે કલાકે આગ કાબૂમાં આવી.





