વલસાડ શહેર નજીક આવેલા ગુંદલાવ વિસ્તારમાં એક ટ્રાન્સપોર્ટરના સંચાલકના ઘરે જઈને તારો ધંધો સારો ચાલે છે. જેને લઈને અમારો ધંધો નથી થતો જણાવી ટ્રાન્સપોર્ટરના ઘરે હંગામો મચાવ્યો હતો.

વેજલપોર શ્રીજી નગર ખાતે રહેતા ટ્રાન્સપોર્ટરના ઘરે જઈને વલસાડ રૂરલ પોલીસ મથકમાંથી સસ્પેન્ડ થયેલા GRD જવાન લક્ષ્મીશંકર પુનવાસી યાદવ અને પવન શાહુ નામના ઈસમોએ ઉત્પાત મચાવ્યો હતો. ટ્રાન્સપોર્ટમાં નોકરી કરતા ડ્રાયવરને પણ માર મારતા પરિવારના સભ્યોએ વલસાડ રૂરલ પોલીસમાં બંને અસામાજિક તત્વો સામે વલસાડ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ઘટના સ્થળના CCTV ફૂટેજ મેળવી આગળની તપાસ હાથ ધરી છે.

વલસાડ શહેર નજીક ગુંદલાવ ખાતે ખુશ્બુ ટ્રાન્સપોર્ટના નામે ટ્રાન્સપોર્ટર તરીકે છોટેલાલ દ્વારકા ચૌરસિયા 15 વર્ષ ઉપરાંતથી વેપાર કરતા આવ્યા છે. ગઈકાલે રાત્રે વેજલપોર ગામના શ્રીજી નગરમાં કબીર મંદિર પાસે રહેતા છોટેલાલ ચૌરસિયાના ઘરે પવન શાહુ અને લક્ષ્મીશંકર પુનર્વાસી યાદવ જે LPના નામે ઓળખાય છે અને વલસાડ રૂરલ પોલીસ મથકમાંથી GRDમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. બંને ઈસમોએ છોટેલાલના ઘરે જઈને ખુશ્બુ ટ્રાન્સપોર્ટનો ધંધો તમારો ખુબજ સારો ચાલે છે.

જેને લઈને અમારા ધંધા ઉપર મોટી અસર પડી રહી છે. તેમ કહી LP અને પવન શાહુ છોટેલાલ સાથે ઝઘડો તકરાર કર્યો હતો. અને છોટેલાલને માર માર્યો હતો. છોટેલાલની પત્ની ઉમાદેવી વચ્ચે પડતા તેને પણ ઝાપટ મારી દીધી હતી. તેમજ ઘર પાસે બંને અસામાજિક તત્વોએ ઉત્પાત મચાવ્યો હતો. તેમજ છોટેલાલ નો ડ્રાયવર રાજેશ મલ્હા વચ્ચે પડતા તેને પણ ઢીક્કામુક્કીનો માર માર્યો હતો. બુમાબુમ થતા છોટેલાલના ધરની આજુબાજુમાં રહેતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા.






