વલસાડ જિલ્લા LCBની ટીમ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી રહી હતી. જે દરિમયાન LCBની ટીમને મળેલી બાતમીના આધારે એક ટેમ્પો શંકાસ્પદ રીતે મુંબઈ તરફ જઈ રહ્યો હોવાની બાતમી મળતા વલસાડ LCBની ટીમે બાતમીવાળા ટેમ્પોની UPL બ્રિજ પાસે વોચ ગોઠવી હતી. જે દરમ્યાન બાતમીવાળો ટેમ્પો આવતા ટેમ્પનો અટકાવી ચેક કરતા ટેમ્પો ચાલક પાસેથી ટેમ્પોને જરૂરી કાગળો મળ્યા ન હતા. વલસાડ LCBની ટીમને વધુ શંકા જતા ટેમ્પો સાથે ઝડપાયેલા 4 ઇસમોની પ્રાથમિક પૂછપરછ કરતા વાપી GIDC પોલીસ મથકે નોંધાયેલા ટેમ્પો ચોરીનો ભેદ ઉકેલ્યો હતો.
વલસાડ જીલ્લામાં મિલ્કત સબંધી ગુનાઓ અટકાવવા તથા બનેલ ગુનાઓ શોધી કાઢી ચોરીઓના ગુનાઓમાં સંડોવાયેલ આરોપીઓની ધરપકડ કરી ગુનાઓ ડીટેકટ કરવા માટે વલસાડ SP ડૉ.કરનરાજ વાઘેલાએ વલસાડ LCBની ટીમને સૂચના આપી હતી. જે સુચના મુજબ વલસાડ LCBની ટીમ તથા પેરોલ ફર્લો સ્કવોડ વલસાડના પોલીસ માણસો વાપી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન ASI અલ્લારખુભાઇ અમીરભાઇને મળેલ બાતમીના આધારે વાપી હાઇવે ઉપર મુંબઇથી અમદાવાદ તરફ જતા રોડ ઉપર ટેમ્પો 4. MH-46-BU-0736 શંકાસ્પદ રીતે લય જતો હોવાની બાતમી મળી હતી. મળેલી બાતમીના આધારે વલસાડ LCBની ટીમે UPL ઓવરબ્રિજ પાસે બાતમીવાળા ટેમ્પોને અટકાવી ચેક કરતા ટેમ્પોમાંથી 4 ઈસમો મંડપ ડેકોરેટરના સામાન સાથે મળી આવ્યા હતા. વલસાડ LCBની ટીમને ટેમ્પો અને સામાન છળ કપટ કે ચોરી કરી જતા હોવાની શંકા જતા ટેમ્પો સાથે ડિટેન કરેલા શંકાસ્પદ ઇસમોની પ્રાથમિક પૂછપરછ કરતા આરોપીઓએ વાપી GIDC વિસ્તારમાંથી ટેમ્પો અને ડેકોરેટરનો સામાન મળી 8.05 લાખનો મુદ્દામાલ કબ્જે કરી વાપી GIDC પોલીસે આરોપી સુપ્રત કરી આગળની તપાસ હાથ ધરી છે.
તાજા સમાચાર
પગાર ભથ્થા નહીં લઉં! ગુજરાત સરકારના આ મંત્રીએ કરી જાહેરાત, કરોડોમાં છે સંપતિ
February 17, 2024
4:59 pm
56ની છાતી: વિદેશની ધરતી પર અટલ બિહારી વાજપેયીએ પાકિસ્તાનને બતાવી હતી લાલ આંખ
February 17, 2024
4:59 pm
ભાજપશાસિત આ રાજ્યમાં પણ હિમાચલવાળી થવાનો ડર, દિગ્ગજ નેતાએ નવી પાર્ટી બનાવી – News18 ગુજરાતી
February 17, 2024
4:59 pm
રાષ્ટ્રીય અધ્યક્ષ વીડિયો જાહેર કર્યો, પાર્ટીનો ઈતિહાસ જણાવ્યો – News18 ગુજરાતી
February 17, 2024
4:59 pm
મહારાષ્ટ્ર રાજયના રાયગઢ જીલ્લા ખાતેથી ચોરી થયેલ ટાટા ટેમ્પો સાથે ચાર ઇસમોને ઝડપી પાડતી વલસાડ જિલ્લા LCBની ટીમ





