Explore

Search

February 4, 2026 7:36 pm

IAS Coaching

વલસાડના નનકવાડામાં SPની સાઇબર ક્રાઇમના ગુના સામે જાગૃત રહેવા ટકોર

વલસાડ નજીક આવેલા નનકવાડા ગામમાં એસપી ડો.કરનરાજ વાઘેલાના અધ્યક્ષપદે ગ્રામપંચાયતના હોલમાં લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મનહરભાઇ પટેલ,સ્થાનિક રહીશ વલસાડ તાલુકા કોળી પટેલ સમાજ પ્રગતિ મંડળના ઉપપ્રમુખ શશીભાઇ પટેલ, નનકવાડા પંચાયતના સરપંચ વિનોદભાઇ પટેલ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

શશીભાઇ પટેલે ગામમાં અમુક વિસ્તારમાં પેટ્રોલિંગ થતું ન હોવાથી શરૂ કરવા અને ગામના પારિયા ફળિયા રોડ ઉપર તળાવની પાછળ મોડે સુધી અમુક લોકો બેસી રહેતા હોય અહિ પેટ્રોલિંગ કરવા માગ કરી હતી.શશીભાઇએ કહ્યું કે,પોલીસથી લોકો ડરતા હોય પરંતું એસપી ડો.કરનરાજ વાઘેલા સરળતાથી લોકોના પ્રશ્નનોનો કુનેહપૂર્વક ઉકેલ લાવે છે જે ખુબ સરાહનીય છે.

નનકવાડામાં બહારગામના લોકોની વસતી વધતા તેનો મોટા ગામોમાં સમાવેશ થાય છે તેવું જણાવ્યું હતું.એસપીએ પણ તેમના વકતવ્યમાં ગામના લોકો સંતાનોને પોલીસ ડિપાર્ટમેન્ટમા નોકરી મેળવવા સ્પર્ધાત્મક પરીક્ષા આપવા પ્રોત્સાહિત કરી હાલમાં આવી પરીક્ષા માટે એસટી વિદ્યાર્થીઓને તૈયાર કરવા પોલીસ હેડ ક્વોર્ટર ખાતે કલાસીસ ચલાવી રહ્યા છે.કોઇ ગ્રામજનોને મળવું હોય તો ચોક્કસ ઓફિસમાં પણ મળી શકશે. એક ગ્રામજને ઘડોઇ ગામે તેમની મિલકત પર એક ઇસમે બળજબરીથી કબજો કરી બેઠો છે તે પ્રશ્ન રજૂ કરતાં એસપીએ તેમને ઓફિસે મળવા જણાવ્યું હતુ.

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot