Explore

Search

February 4, 2026 9:30 am

IAS Coaching

ભારતની ગરીબ જનતાનું ભલુ માત્ર અને માત્ર નરેન્દ્ર મોદી અને ભાજપની પાર્ટી જ કરી શકે છે બીજુ કોઈ નહીં’

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને સેલવાસનાં બે દિવસનાં પ્રવાસે આવ્યાં છે. આજેસોમવારે દમણની મીરસોલ હોટલ ખાતે સવારે 11થી 1 વાગ્યા સુધી ગૃહ મંત્રાલયની પરામર્શ સમિતિના સભ્યો સાથેઅમિતશાહે બેઠક કરી હતી. જે બાદ સેલવાસ ખાતે લાભાર્થી સંમેલનમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહ ઉપસ્થિત રહ્યાહતા. જ્યા તેઓએ જાહેરસભા સંબોધી હતી.

  • વીર સાવરકરને હું પ્રણામ કરૂ છું, પ્રફૂલ પટેલની 10 પરિયોજના સહિતની પરિયોજનાઓનું લોકાર્પણ આજેકરવામાં આવ્યું છે.
  • મોદીજીએ એટલી વિકાસની યોજનાઓ અમલમાં મુકી છે કે જે બધુ હું કહું તો સાત દિવસનીભાગવત સપ્તાહ બેસાડવી પડે.
  • લોકસભાની ચૂંટણીમાં 100 કરોડ લોકો પોતાના મતઅધિકારનો ઉપયોગ કરશે, નવી સરકારબનાવશે, ત્યારે હું અપીલ કરૂ છું કે સંધપ્રદેશની ત્રણેય સીટ મોદીજીને ઓપો.
  • કેટલાય કામ એવા હતા જે એક સદીથી થયા હતા, અમે વાયદો કર્યો હતો કે અયોધ્યામાંભગવાન રામનું ભવ્ય રામ મંદિર બનાવીશું.
  • હું પાર્ટીનો અધ્યક્ષ હતો ત્યારે રાહુલબાબા મને તાના મારતા હતા કેમંદિર વહી બનાયેંગે તીથિ નહીંબતાયેંગે‘, અરે રાહુલબાબા તીથિ છોડો ભૂમિપૂજન પણ થઈ ગયું અને 22 તારીખે પ્રાણપ્રતિષ્ઠા પણ થઈ ગઈઅને આજે રામલ્લા અયોધ્યામાં બિરાજમાન થઈ ગયા છે.
  • અમે 1950થી કાશ્મીરમાં કલમ 370 હટાવવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા, પણ કોઈ વિશ્વાસ કરતા હતા, ત્યારે 5 ઓગષ્ટ 2019ના દિવસે મોદીજીએ કલમ 370ને હટાવીને કાશ્મીરને મુક્ત કરાવીને હંમેશામાટે કાશ્મીરને ભારતનો હિસ્સો બનાવી દીધો.
  • મોદીજીએ દેશમાં નક્સલવાદ, આંતકવાદ અને ઉગ્રવાદને ખતમ કરવાની અણી ઉપર લાવી દીધું છે.
  • મોદીજીએ વન રેન્ક અને વન પેન્શનનો વાયદો પણ પુરો કર્યો છે.
  • અત્યારે ચૂંટણીનો માહોલ છે, ત્યારે આપણી પાસે બે ઓપ્શન છે એક બાજુ નરેન્દ્ર મોદીનું નેતૃત્વઅને બીજી બાજુ સાત પરિવારવાદી પાર્ટીઓનું ઈન્ડીએલાઈસન્સ છે, ત્યારે તમારે નક્કી કરવાનું છે કે, દેશનેદુનિયાનું પાંચમાં નંબરનું અર્થતંત્ર બનાવનાર નરેન્દ્ર મોદીનું શાસન જોઈએ છે કે, 12 લાખ કરોડના ગોટાળાઅને ભષ્ટ્રાચાર કરવાવારા ઈન્ડીએલાઈસન્સનું શાસન જોઈએ છે?
  • તે લોકોનો હેતુ છે તેના પરિવારજનોને મુખ્યમંત્રી બનાવવાનો. જે તેના પુત્રભત્રીજા, ભત્રીજી, જમાઈ માટે કામ કરતા હોય તે શું તમારૂ ભલુ કરી શકે?
  • ભારતની ગરીબ જનતાનું ભલુ માત્ર અને માત્ર નરેન્દ્ર મોદી અને ભાજપની પાર્ટી કરી શકે છે બીજુકોઈ નહીં.
  • તે જમગઠ છે તે ભષ્ટ્રાચારીઓનું જમગઠ છે, પરિવારવાદીઓનું જમગઠ છે, તેઓ 2G, 3G, 4G વાળા લોકો છે, 2 Gનો મતલબ ટેલિફોન સ્કેમ નહીં પણ બે જનરેશનની પાર્ટી, 3 Gનો મતલબ છે થ્રીજનરેશનની પાર્ટી, 4 Gનો મતલબ છે ચાર પેઢી ચાર જનરેશનની પાર્ટી, બીજા કોઈને મોકો આપનારા.
  • 12 લાખ કરોડના ગોટાળા કરીને જેઓએ પોતાનું ઘર ભર્યું છે, તેઓ દેશનું કામ કરી શકે.
  • આગળનો દાયકો ભારતનો દાયકો છે, 2027 સુધીમાં 5 ટ્રીલીયન ડોલરની અર્થવ્યવસ્થા બનીજશે. વિશ્વની ત્રીજા નંબરની અર્થવ્યવસ્થા મોદીજીની ત્રીજી ટર્મમાં બની જશે.
  • દમણ અને દિવ અને દાદારાનગર હવેલીમાં જેટલુ કામ કોંગ્રેસે 70 વર્ષમાં નહતું કર્યું તે કામ અહિં 5 વર્ષમાં મોદીજીના નેતૃત્વમાં પ્રફુલ પટેલે કર્યું છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને સેલવાસનાં બે દિવસનાં પ્રવાસે આવ્યાં છે. સંધ પ્રદેશદમણ અને દાદરા નગર હવેલીના મોંઘેરા મહેમાન બનેલા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ રવિવારે રાત્રે દમણ એરપોર્ટઉપર આવી પહોંચ્યા હતા. દમણ એરપોર્ટથી મોટી દમણ દીવાદાંડી પહોંચ્યા હતા. જ્યાં સલાહકાર સમિતિના સભ્યોસાથે દમણની જૂની દીવાદાંડી પાસે આયોજિત ગાલા ડિનરને માણ્યો હતો. સાથે રોશનીમાં જગમગતા દમણનીઐતિહાસિક ધરોહરના સાક્ષી બન્યાં હતા.

આજે સોમવારે દમણની મીરસોલ હોટલ ખાતે સવારે 11થી 1 વાગ્યા સુધી ગૃહ મંત્રાલયની પરામર્શ સમિતિનાસભ્યો સાથે અમિતશાહે બેઠક કરી હતી. અમિત શાહના અધ્યક્ષતામાં કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ બળ અને જમ્મુકાશ્મીરના વિકાસ તેમજ અન્ય કેન્દ્ર શાસિત પ્રદેશોના વિકાસને લઈ ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ ભાજપનાસ્થાનિક આગેવાનો સાથે પણ બેઠક યોજી હતી.

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot