Explore

Search

February 4, 2026 7:24 pm

IAS Coaching

વલસાડના અતુલ હાઈવે પર એક યુવકે કારના રૂફટોપ પર બેસી સવારી કર્યાનો વીડિયો વાઈરલ

મેટ્રો સિટીમાં રાત્રી દરમિયાન યુવાનો સોશ્યલ મીડિયામાં રિલ બનાવવાના ચક્કરમાં અને ફ્રેમસ થવાની ઘેલછામાં વાહન ઉપર જોખમી સ્ટંટ કરતા હોવાની ઘટનાનો દિવસે દિવસે વધી રહી છે. આવોજ એક કિસ્સો વલસાડના અતુલ હાઇવે ઉપર એક કારમાં યુવકે કારના રૂફટોપ ઉપર બેસી પોતાનો તેમજ અન્ય વાહન ચાલકોના જીવને જોખમમાં મુક્યા હતા. અન્ય વાહન ચાલકે કારમાં સવાર નબીરાઓનો ટ્રાફિકના નિયમોના પાઠ ભણાવવા માટે સ્ટંટ કરતા યુવકનો વીડિયો વાયરલ કરી આવા યુવકોને ટ્રાફિકના નિયમોના પાઠ ભણાવવા અપીલ કરી છે.મુંબઈ અમદાવાદ NH-48 24 કલાક ટ્રાફિકથી સૌથી વધુ વ્યસ્ત રહે છે. ગતરાત્રીએ આવા વ્યસ્ત હાઇવે ઉપર એક કાર ન. GJ-16-DC-2830માં એક યુવક કારમાં આવેલા રૂફટોપ ઉપર બેસી કાર ડ્રાઈવની મજા માણી રહ્યો હતો. યુવકના આ જોખમી સ્ટંટને લઈને યુવકે પોતાના અને અન્ય વાહન ચાલકોના જીવને જોખમમાં મુક્યા હતા. NH-48 ઉપર કારના રૂફટોપ ઉપર યુવકને બેસાડી કાર ચાલકે હાઇવે ઉપર બેફિકરાઈ પૂર્વક કારને હંકારી કારમાં સવાર તમામ લોકોના તથા અન્ય રાહદારીઓના જીવને જોખમમાં મુક્યા હતા. યુવકની કાર પાછળ આવતા વાહન ચાલકોએ હોર્ન વગાડી કારના રૂફટોપ ઉપર બેસી સ્ટંટ કરતા યુવકને સ્ટંટ ન કરવા જાગૃત કારવાના પ્રયાસો કર્યા હતા. યુવક ન સમજતા છેવટે એક જાગૃત વાહન ચાલકે યુવકનો હાઇવે ઉપર જોખમી સ્ટંટ કરતા યુવકનો વીડિયો મોબાઈલમાં કેપ્ચર કર્યો હતો. NH 48 જેવા સૌથી વ્યસ્ત હાઇવે ઉપર કારમાં સ્ટંટ કરતા યુવકનો વીડિયો સોશ્યલ મીડિયામા વાયરલ કરીને આવા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી છે.

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot