Explore

Search

February 4, 2026 7:24 pm

IAS Coaching

દેશી બનાવટની પિસ્તોલ સાથે યુવક ઝડપાયો:વલસાડ જિલ્લાના વાપી જકાતનાકા પાસેથી યુવકને SOGએ દબોચ્યો; પિસ્તોલ આપનાર યુવક વોન્ટેડ જાહેર કરાયો

વલસાડ જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અંકુશ લાવવા SOGની ટીમ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી રહી હતી. જે દરમ્યાન મળેલી બાતમીના આધારે વાપીના વલસાડી જકાતનાકા પાસેથી એક યુવકને દેશી બનાવટની પિસ્તોલ સાથે ઝડપી પાડ્યો હતો. પિસ્તોલ સાથે રાખવા બાબતે SOGની ટીમે યુવકની પ્રાથમિક પૂછપરછ કરતા યોગ્ય જવાબ આપ્યો ન હતો. જેથી વાપી ટાઉન પોલીસ મથકે યુવક વિરુદ્ધ ગેરકાયદેસર રીતે હથિયાર રાખવા બદલ ફરિયાદ નોંધાવી હતી. તે કેસમાં સંડોવાયેલા ઇસમને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી હતી.વલસાડ SP ડો. કરનરાજ વાઘેલાએ વલસાડ જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અંકુશમાં લાવવા વલસાડ જિલ્લા SOGને સૂચના આપી હતી. વલસાડ વલસાડ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં SOGની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી. જે દરમ્યાન વલસાડ SOGની ટીમને મળેલી બાતમીના આધારે વાપીના વલસાડી જકાતનાકા પાસે ફરી રહેલા યુવક પાસે દેશી હાથ બનાવટની પિસ્તોલ સાથે ફરી રહ્યો હોવાની બાતમી મળી હતી. વલસાડ SOGની ટીમને મળેલી બાતમીના આધારે SOGની ટીમે વાપીના વલસાડી જકાતનાકા પાસે બાતમીવાળા ઇસમની વોચ ગોઠવી હતીજે દરમ્યાન બાતમીના વર્ણન વાળો ઈસમ વાપીના વલસાડી જકાતનાકા પાસે દેખાતા યુવકને કોર્ડન કરી ચેક કરતા યુવક પાસેથી હાથ બનાવટની પિસ્તોલ મળી આવી હતી. વલસાડ SOGની ટીમે 22 વર્ષીય વિશાલ ઉર્ફે ગંજુ જીપૂ પાટીલની અટકાયત કરી પ્રાથમિક પૂછપરછ હાથ ધરી હતી. વાપી ટાઉન પોલીસ મથકે યુવક યુવક વિરુદ્ધ ગુનો નોંધી કેસમાં સંડોવાયેલા ઇસમને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી છે. વિશાલ પાટીલ આગવ ચેન સ્નેચિંગના ગુનામાં ઝડપાઇ ગયો હોવાની કબૂલાત કરી હતી. વાપી ટાઉન પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot