વલસાડ SP ડો. કરનરાજ વાઘેલા સીટી પોલીસ મથકનું ઈન્સપેક્શન ઈન્સપેક્શન હાથ ધર્યું હતું. જે દરમ્યાન વલસાડ સીટી પોલીસે મથક માટે વલસાડ જિલ્લા અબે આજુબાજુના વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરી અને અન્ય ચોરીઓના ગુનામાં સંડોવાયેલા વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા એક સ્પેશ્યલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું.

જે દરમ્યાન વલસાડ સીટી પોલીસની ટીમને મળેલી બાતમીના આધારે વલસાડના મોગરાવાડીના હનુમાન ફળીયા વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટમાં રહેતો યુવક વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉદવાડા ખાતે થયેલી ઘરફોડ ચોરી સહિત મહારાષ્ટ્ર વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીઓ કરી હોવાનું અને તમામ કેસમાં આરોપી વોન્ટેડ હોવાનું જણાવ્યું હતું. વલસાડ સીટી પોલીસની ટીમે મોગરાવાડી વિસ્તારમાં આવેલા હનુમાન ફળિયામાં બાતમીના વર્ણન વાળા ઇસમની વોચ ગોઠવી હતી. જે દરમ્યાન વતમીના વર્ણન વાળા ઇસમને અટકાવી ઇસમની પ્રાથમિક પૂછપરછ કરતા 22 વર્ષીય વિશાલ રમેશભાઈ રાજભર હોવાનું જણાવ્યું હતું.

તેની માતા 40 વર્ષીય સુનિતાબેન રમેશભાઈ રાજભર સાથે રહેતો હોવાનું જણાવ્યું હતું. વિશાલ રાજભર પારડીના ઉદવાડા અને મહારાષ્ટ્રના મલાડ, બોરીવલી, કાશમીરા સહિત વિસ્તારોમાં ઘરફોડ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. સાથે તેની માતાએ ઘરફોડ ચોરીમાં આવેલા ઘરેણાં તસ્કરો પાસેથી ખરીદી તેમને રોકડા રૂપિયા આપી ચોરી માટે પોત્સાહિત કરતી હોવાનું તેમજ 1 ઘરફોડ ચોરીમાં સંડોવાયેલી હોવાની કબૂલાત કરી હતી. વલસાડ સીટી પોલીસે 41(1)ડી હેઠળ બંટી બાબલી માતા પુત્રને ડિટેન કરી વધુ તપાસ માટે પારડી પોલીસ ને આરોપી સોંપ્યા છે.






