મહારાષ્ટ્રના ઔરંગાબાદના ખુલદાબાદના મદરેસામાં આલિમ બનવા ગયેલા સુરતના ભેસ્તાન વિસ્તારના 16 વર્ષીયતરુણને અન્ય વિદ્યાર્થીઓ દ્વારા માર મારવામાં આવતો હોવાનો વીડિયો સામે આવ્યો હતો. ઘડિયાળ ચોરીનીશંકામાં તાલિબાની સજા આપવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. આ અંગે તરુણના પિતાએ જણાવ્યું હતું કે, આવીડિયો અમને તેના કોઈ મિત્રે ચોરીછૂપીથી બનાવી મોકલ્યો હતો. ત્યાં ગયા બાદ અન્ય બાળક સાથે આવું ન બને તેમાટે કાર્યવાહી કરવી જોઈએ.

વીડિયોમાં જોવા મળે છે કે, કિશોરને અર્ધનગ્ન કરી જમીન પર ગોઠણભર્યા બેસાડી દે છે. પછી એક બાદ એક એમપાંચથી વધુ સગીર વારાફરતી કિશોરની માથે થૂંકી પછી પીઠ પર થપ્પડો ઝીંકી રહ્યા છે. આથી કિશોર મારને કારણેકણસી રહ્યો છે અને બૂમાબૂમ કરી કરી મૂકે છે. પરંતુ કોઈ તેને બચવવા આવતું નથી.

તરુણના કાકાએ જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રના ઔરંગાબાદથી 25 કિમીના અંતરે ખુલદાબાદ છે. ત્યાં આવેલામદરેસામાં અમે અમારા 16 વર્ષીય ભત્રીજાને આલિમ બનવા માટે મૂક્યો હતો. દરમિયાન ગત રવિવારના અમારામોબાઈલ પર એક વીડિયો આવ્યો હતો. જે વીડિયો જોતા જ અમને આઘાત લાગ્યો હતો. જેમાં અમારા દીકરાનેતાલિબાની સજા આપતા હોય તેવી જ રીતે તેનું શરીર ખુલ્લું કરાવ્યું હતું અને એક પછી એક એમ પહેલા થૂંકીને પછી10 લોકો તેને જોર જોરથી મારી રહ્યા હતા.

વધુમાં જણાવ્યું હતું કે, એક તરફ અમારો દીકરો રડી રહ્યો હતો તો બીજી તરફ તેને કોઈ પણ બચાવતું ન હતું. આમઆ વીડિયો બાદ અમે પહેલાં તો ત્યાંના સ્થાનિક પોલીસ મથકનો નંબર શોધીને તેમને જાણ કરી હતી. પોલીસે પણઅમને જણાવ્યું હતું કે, તમે તમારા દીકરાનું ટેન્શન ન લેતા. તમારી પાસે જે વીડિયો આવ્યો છે તે લઈને અહીં આવીજાવ. આપણે મદરેસા જઈને તમારા દીકરાને લઈ આવીશું.

વધુમાં જણાવ્યું હતું કે, આ સાથે જ મદરેસામાં પણ ફોન કર્યો હતો. તેમણે પણ કહ્યું હતું કે, શિક્ષકથી ભૂલ થઈ ગઈછે, એટલે અમે તેમને કહ્યું હતું કે, અમે અમારા ભત્રીજાને લેવા આવી રહ્યા છીએ, તમે તેને કંઈ ન કરતા. ત્યારબાદઅમે તાત્કાલિક ખુલદાબાદના મદરેસામાં જઈ ટ્રસ્ટીઓને મળ્યા હતા. જ્યાં ટ્રસ્ટીઓએ તાલિબાની સજા આપનારામૌલાના શિક્ષકને ચોરીની શંકાથી માર માર્યો હોય અને એને કાઢી મૂક્યો હોવાનું જણાવ્યું હતું.

પોલીસ અધિકારીઓએ અમારી ફરિયાદ સાંભળી હતી અને તેમને યોગ્ય જણાતાં તેમણે તાત્કાલિક અમારીફરિયાદ નોંધી હતી. આ મદરેસામાં બીજાં અન્ય બાળકો સાથે પણ આવું ન બને તે માટે અમે કાર્યવાહી કરી છે.





