Explore

Search

February 4, 2026 7:36 pm

IAS Coaching

સુરતમાં યુવકે જન્મદિવસની પાર્ટીનો વીડિયો સોશિયલ મીડિયામાં મૂક્યો, બર્થડે બોય સહિત 8 ‘પોલીસ મહેમાન’

સુરતના પાંડેસરામાં જન્મદિવસની પાર્ટીમાં દારૂની મહેફિલ થતી હોવાનો વીડિયો વિકાસસિંગ નામની સોશિયલમીડિયા આઈડી પરથી અપલોડ કરવામાં આવ્યો હતો. ત્યારે વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા બાદસુરતની પાંડેસરા પોલીસ દ્વારા મામલે બર્થ ડે બોય સહિત 8 યુવાનોને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસેતમામ સામે ગુનો નોંધા આગળની કાર્યવાહી હાથ ધરી છે.

27 ફેબ્રુઆરી 2024ના રોજ રીશુ મિશ્રાના જન્મદિવસની ઉજવણીમાં 10થી 12 જેટલા યુવાનોએ દારૂ પાર્ટી કરીહતી. વિકાસસિંગ નામના વ્યક્તિ દ્વારા વીડિયો સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરાયો હતો. ત્યારબાદ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. હાલ પાંડેસરા પોલીસે8 યુવાનોને ઝડપી પાડયા છે.

પાંડેસરા પોલીસે 107 અને 151 કલમ હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ દ્વારા બર્થડે બોય અંકિત ઉર્ફે રીશુમિશ્રા, દીપક મહાજન, જીતેન્દ્રસિંગ, આદિત્ય અશોકસિંગ, સંતોષ શ્રીવાસ, આશિષ સિંગ, વિકાસસિંગ અનેઅતુલ વાનખેડેને ઝડપી પડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.


વાઇરલ
વીડિયોમાં નજરે પડતું હતું કે, કોઈ બંધ રૂમમાં કુંડાળું કરીને કેટલાંક યુવાનો દારૂની મહેફિલ માણી રહ્યાં છે. મહેફિલના યુવાનો પૈકીના વિકાસસિંગ રાજપૂત નામની ઇન્સ્ટાગ્રામ આઇડી પર વીડિયો અપલોડ કરાયો હતો. મિત્ર રિશુ મિશ્રા નામના યુવકના જન્મદિન નિમિત્તે દારૂ પાર્ટી કરાઈ હતી. જન્મદિવસ જે યુવકનો છે તે રીશુ મિશ્રાનાજન્મદિવસમાં ફૂલ એન્જોયમેન્ટ કર્યું, હોવાનું લખાયું હતું. વિકાસસિંગ રાજપૂત અને રિશુ મિશ્રા બે નંબરના ધંધાસાથે સંકાળાયેલા હોવાની પણ ચર્ચા છે.

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot