Explore

Search

February 4, 2026 7:38 pm

IAS Coaching

ટેમ્પો ડિવાઈડર કુદાવી રોડની સામેની સાઈડમાં પલટી ગયો, કાર ચાલકે બ્રેક મારતા પાછળથી અન્ય ટ્રકે ટક્કર મારી.

વલસાડ હાઈવેના ગુંદલાવ બ્રિજ ઉપર આજે વાપી તરફથી સુરત તરફ જતા એક ટેમ્પોના ડ્રાઈવરે ટેમ્પોને સ્ટેરિંગ ઉપરથી કાબૂ ગુમાવતા ડિવાઈડર કુદાવી ટેમ્પો પલટી ખાઈ ગયો હતો. 

સામેની ટ્રેક ઉપરથી સુરત તરફ થી વાપી તરફ આવી રહેલી કાર ચાલકે કારને બ્રેક મારી હતી. જેથી કાર પલટી ખાઈ ગયેલા ટેમ્પો સાથે અથડાતા બચી હતી. જોકે, કારની પાછળ આવતા અન્ય એક ટેમ્પોએ કારને ટક્કર મારી હતી.

બે ટેમ્પો અને કાર વચ્ચે ટ્રિપલ અકસ્માત થયો હતો. ધડાકાભેર અકસ્માત થતા આજુબાજુમાં રહેતા સ્થાનિક લોકો અને રાહદારીઓ ઈજાગ્રસ્તોની મદદે દોડી આવ્યા હતા. અકસ્માતની ઘટનામાં સદનસીબે કોઈને ઈજા થઈ ન હતી. પરંતુ કારમાં ભારે નુકસાની થઈ હતી. આ અકસ્માતને લઈને હાઇવેની બંને બાજુએ ટ્રાફિક જામ થઈ ગયો હતો. સ્થાનિક લોકો અને રાહદારીઓ બનાવની જાણ વલસાડ રૂરલ પોલીસની ટીમને કરી હતી. 

વલસાડ રૂરલ પોલીસની ટીમને ગુંદલાવ ચોકડી પાસે થયેલા અકસ્માતની ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક વલસાડ રૂરલ પોલીસની ટીમ ઘટના સ્થળ ઉપર પોહચી જઈ ક્રેનની મદદ લઈ અકસ્માત થયેલા વાહનો ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. વલસાડ હાઇવે ઉપરથી ટ્રાફિકને નડતર રૂપ ભાગ દૂર કરી બંને તરફનો વાહન વ્યવહાર સામાન્ય કરવાનો પ્રયાસ હાથ ધર્યો હતો

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot