Explore

Search

February 4, 2026 7:37 pm

IAS Coaching

દમણ લોકસભા બેઠક પર ભાજપે સતત ચોથી વાર ટિકિટ આપી, છેલ્લી ત્રણ ટર્મથી સતત જીતતા આવ્યા છે.

ચોથી વખત BJPએ સંઘ પ્રદેશ દમણ ખાતે લાલુભાઈ પટેલના નામની જાહેરાત કરતા દમણ ભાજપના કાર્યકારોમાં ખુશીની લહેર જોવા મળી હતી.

લોકસભાની સામાન્ય ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે ભાજપ દ્વારા શનિવારે સાંજે દિલ્હી ખાતે એક પત્રકાર પરિસદ યોજી લોકસભા બેઠકના ઉમેદવારો પૈકી 195 ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. જેમાં વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દમણની લોકસભા બેઠક ઉપર સીટીંગ સાંસદ લાલુભાઈ પટેલના નામની જાહેરાત કરવામાં આવી છે.

લાલુભાઈ પટેલના નામની જાહેરાત થતા દમણ ભાજપના કાર્યકરો અને લાલુભાઈ પટેલના સમર્થકોમાં ખુશીની લહેર જોવા મળી હતી. લાલુભાઈ પટેલ ઉપર 4થી વખત BJPએ વિશ્વાસ રાખીને ફરી એક વખત રિપીટ કર્યા છે. આગામી લોકસભા બેઠક જંગી બહુમતીએ જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સંઘ પ્રદેશ દમણમાં છેલ્લા 15 વર્ષથી કરેલા વિકાસના કામોને લઈને દમણ ભાજપ કાર્યકારોમાં ખુશીની લહેર જોવા મળી હતી.

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot