સુરત શહેરમાંથી વધુ એક વખત MD ડ્રગ્સ ઝડપાયું છે. સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે ભાટિયા ચેક પોસ્ટ પાસેથી ૩ શખસને MD ડ્રગ્સના જથ્થા સાથે ઝડપીપાડ્યા હતા.

આરોપીઓ મધ્યપ્રદેશથી ડ્રગ્સનો જથ્થો ફોરવ્હીલ કારમાં લઈને આવી રહ્યા હતા. આ દરમિયાન સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે તેઓને ભાટિયાચેક પોસ્ટ નજીકથી ઝડપી પાડ્યા હતા. પોલીસે 51.22 લાખની કિમતનું 512.20 ગ્રામ MD ડ્રગ્સ કબજે કરી આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીછે.





