નવસારી ખાતે SDPI પાર્ટી દ્વારા પાર્ટી સંમેલન નુ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નવસારી ની જનતા મોટી સંખ્યામાં જોડાઈ પાર્ટી સંમેલન માં ભાગ લીધો હતો.

ગુજરાતના રાજકરણમાં છેલ્લા ઘણા દાયકાઓથી ભાજપ અને કોંગ્રેસ સિવાય કોઈ પાર્ટી ને મતદારોએ અવકર્યા નથી ત્યારે આ વખતે સોશ્યિલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયાએ નવસારી નગરપાલિકામાં ઉત્કૃષ્ટ દેખાવ કરીને ગુજરાતના રાજકરણમાં ત્રીજી પાર્ટી તરીકે પ્રવેશ કરી લીધો છે, ગુજરાતમાં કોંગ્રેસનો રકાસ નીકળી જતા હવે સોશ્યિલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયા ભાજપને સીધી ટક્કર આપી શકે તેઓ માહોલ સર્જાયો છે.

ત્યારે સુરત પછી આજે નવસારી ખાતે કાર્યકર્તાઓનું મહા સંમેલન યોજવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં SDPI કાર્યકરોએ સંમેલન ભાગ લીધો હતો. કાર્યક્રમની શરૂઆતમાં ભૂખ થી આઝાદી ખૌફ થી આઝાદી ના નારા સાથે કાર્યક્રમનું પ્રારંભમાં ગુજરાત સ્ટેટ પ્રમુખ ઉવેશ શેખ ની સાથે ગુજરાત સ્ટેટ જનરલ સેક્રેટરી બિલાલ ભાઈ કાજી સાહેબનું જોરદાર ભાસણ સાથે આવકાર્યું હતું. તેમણે ઉપસ્થિત સૌ કોઈએ આવકાર્યા હતા. ઉપસ્થિત કાર્યકર્તાઓએ તાળીઓના ગડગડાટ થી બધાનો સાહસ વધાવ્યા હતા.

આ સંમેલનમાં વલસાડ નવસારી, અને અમદાવાદ જિલ્લાનાં કાર્યકરો માં અલગ જ ઉત્સાહ જોવા મળ્યો હતો, આજનું સંમેલન મિશન 2024 લોકસભા ચુંટણી અંતર્ગત યોજવામાં આવ્યું હતું. તેમજ સમગ્ર ગુજરાતભરમાં ઝુંબેશ શરૂ કરીને મોટી સંખ્યામાં સભ્યો ને સોશ્યિલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયામાં જોડાવાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

સાથે સમગ્ર કાર્યક્રમમાં ગૂજરાત સ્ટેટ પ્રમુખ ઉવેશ શેખ, ગુજરાત સ્ટેટ જનરલ સેક્રેટરી બિલાલ કાઝી, ગુજરાત સ્ટેટ લીડર મુનાફ વોરા, ગુજરાત સ્ટેટ લીડર મોહમ્મદ નોવસર્કા, ગુજરાત સ્ટેટ લીડર અ.કાદિર, નવસારી district પ્રમુખ આફતાબ દાટી અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.






