સરાજાહેર હથિયારો લઈ બે લોકોને મારવા ચિયા ગેંગ સુરતની ગલીઓમાં ફરી, રસ્તે આવતા લોકોના વાહન પર હુમલા કર્યા.

સુરતના સલાબતપુરામાં બેફામ ચિયા ગેંગ તલવાર સહિત હથિયારો સાથે આતંક મચાવ્યો છે. કેટલાક લોકો પર જીવલેણ હુમલો પણ કર્યાની માહિતી સામે આવી છે. જાણે કોઈપણ પ્રકારે કાયદા વ્યવસ્થાનો ડર ના હોય તે રીતે ચિયા ગેંગ જાહેરમાં મહિલાઓની સામે અભદ્ર ભાષા બોલતા હતા.

તેમજ રસ્તામાં આવતા લોકોના વાહનો પર હથિયારના ઘા મારીને નુકસાન પહોંચાડતા હતા. ખુલ્લા હથિયારો સાથે ચિયા ગેંગ ગલ્લીઓમાં ફરતા સ્થાનિકોમાં ભયના કારણે ઘરમાં ભાગી જતા હતા, ત્યારે સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચતા ગેંગના બે શખસની ધરપકડ કરીને અન્ય શખસોની શોધખોળ ખાખીએ હાથ ધરી છે.

સલામતપુરાના ખ્વાજાનગરમાં મસ્જિદ નજીક કોઈ કારણસર બોલચાલ થતાં મામલો વધુ બિચક્યો હતો. બે યુવક સાથે અન્યાયના લોકોને શાબ્દિક બોલચાલ થઈ હતી અને ત્યારબાદ મામલો એટલો બિચક્યો કે 2 લોકોને મારવા માટે આખી ચિયા ગેંગ શેરીમાં ઉતરી હતી.

ખુલ્લા હથિયારો સાથે બે સ્થાનિક યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો. ગેંગે કરેલા હુમલામાં એક યુવકને ફ્રેક્ચર સહિતની ઇજાઓ થઇ હતી. ચિયા ગેંગના ચિયા, ભુરું, સદ્દામ, સમીર ઘેટી અને રાઝિક નામના શખસે આતંક મચાતા સ્થાનિક લોકોમાં ભય જોવા મળ્યો હતો.






