Explore

Search

February 4, 2026 8:58 pm

IAS Coaching

ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો:યુવતી સહિત ચાર આરોપીઓ ઝડપાયા, 24 પર્સ, મોબાઈલ અને દાગીના સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો

યુવતી સહિત ચાર આરોપીઓ ઝડપાયા, 24 પર્સ, મોબાઈલ અને દાગીના સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો

વલસાડના હિંગરાજ ખાતે એક બંધ મકાનને તસ્કરોએ ટાર્ગેટ કરી તસ્કરી કરી આરોપીઓ ફરાર થઇ ગયા હતા. ઘટના અંગે વલસાડ રૂરલ પોલીસની ટીમનેઘટનાની જાણ થતાં વલસાડ રૂરલ પોલીસની ટીમે સરકારી અને ખાનગી CCTV ફૂટેજ મેળવી આગળની તપાસ હાથ ધરી હતી.

જે દરમ્યાન વલસાડ રૂરલપોલીસની ટીમને મળેલી બાતમીના આધારે શંકાસ્પદ 3 ઇસમોની ધોબી તળાવ પાસેથી મહિલા સહિત 4 ઇસમોની વલસાડ રૂરલ પોલીસની ટીમે ઝડપીપ્રાથમિક પૂછપરછ હાથ ધરી હતી. તકસરો પાસેથી લેપટોપ, કેમેરા, સોના ચાંદીના ઘરેણાં, 5 મોબાઈલ, ટેબલેટ સહિતનો મુદ્દામાલ કબ્જે કરી આગળનીતપાસ હાથ ધરી છે.

વલસાડ તાલુકાના હિંગરાજ ખાતે એક બંધ મકાનમાં તસ્કરોએ તસ્કરી કરી ફરાર થઇ ગયા હતા. ઘટનાની જાણ વલસાડ રૂરલ પોલીસને થતા વલસાડરૂરલ પોલીસે ઘટના સ્થળ અને આજુબાજુના વિસ્તારમાં ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. ઘટના અંગે વલસાડ રૂરલ પોલીસની ટીમે ઘટના સ્થળનીઆજુબાજુમાં સ્થળના સરકારી તથા ખાનગી CCTV ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી. જેના આધારે વલસાડ રૂરલ પોલીસની ટીમને મળેલી બાતમીનાઆધારે વલસાડના ધોબીતળાવ વિસ્તારમાં શંકાસ્પદ આરોપીઓની વોચ ગોઠવી હતી. જે દરમ્યાન બાતમીના વર્ણન વાળા ઈસમો આવતા તેમને અટકાવીપ્રાથમિક તપાસ કરતા આરોપીઓ પૈકી 3 યુવકે હિંગરાજના બંધ મકાનમાં ઘરફોડ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.

વધુ પૂછપરછ કરતા વશિયર ખાતે રહેતી બ્રિજેશની પ્રેમિકા શ્રદ્ધા નાયકના ઘરે ચોરીનો મુદ્દામાલ છુપાવ્યો હોવાનું કબૂલાત કરતા વલસાડ રૂરલ પોલીસનીટીમે મહિલા સહિત કુલ 4 આરોપીઓની ચોરીનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી છે. વલસાડ રૂરલ પોલીસે લેપટોપ, કેમેરો, ઘડિયાળ, 24 પાકીટ, 5 મોબાઈલ, સોના ચાંદીના ઘરેણાં સહિત વલસાડ રૂરલ પોલીસે 1.41લાખનો મુદ્દામાલ કબ્જે મહિલા સહિત 4ની ધરપકડ કરી આગળની તપાસહાથ ધરી છે.

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot