Explore

Search

February 4, 2026 7:36 pm

IAS Coaching

વલસાડ જિલ્લા મીડિયા મોનીટરીંગ સેલની જિલ્લા ચૂંટણી અધિકારીએ મુલાકાત લીધી, કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું

વલસાડ જિલ્લાની લોકસભા બેઠક ઉપર આગામી તા. 7 મે 2024ના રોજ ચૂંટણી યોજનાર છે. ત્યારે આ લોકશાહીના મહાપર્વમાં મતદારો નિર્ભિક થઈને અને કોઈપણ પ્રકારના પ્રલોભનમાં આવ્યા વિના ન્યાયી અને મુક્ત વાતાવરણમાં મતદાન કરે એ મહત્વનું હોવાથી રાજકીય પક્ષો અને તેમના ઉમેદવારો પર વોચ રાખવા માટે ચૂંટણી તંત્ર દ્વારા મીડિયા સર્ટિફીકેશન એન્ડ મોનીટરીંગ કમિટીની રચના કરવામાં આવે છે. જે અંતર્ગત વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારી-વ- કલેકટર આયુષ ઓકના માર્ગદર્શન હેઠળ વલસાડ કલેકટર કચેરીના ત્રીજા માળે અને વાપી નગરપાલિકા ખાતે ઈલેકટ્રોનિક મીડિયા મોનીટરીંગ સેલનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

જેની આજરોજ જિલ્લા ચૂંટણી અધિકારીએ મુલાકાત લઈ અધિકારી અને કર્મચારીઓને માર્ગદર્શન આપ્યું હતું.ચૂંટણી દરમિયાન ઉમેદવાર કે પક્ષ દ્વારા જુદી જુદી ચેનલો પર આપવામાં આવતી જાહેરાતો તેમજ પેઈડ ન્યૂઝ ઉપર નિયંત્રણ રાખવા માટે આ સેલ દ્વારા રાઉન્ડ ધ કલોક મોનીટરીંગ કરવા માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ટેકનિકલ માણસોને ફરજની સોંપણી કરવામાં આવી છે. આ સિવાય વર્તમાન પત્રોમાં પણ આવતી જાહેરાતોનું MCMC દ્વારા મોનીટરીંગ કરવામાં આવે છે. જિલ્લા ચૂંટણી અધિકારીએ સી-વીજીલ વિભાગ અને સિંગલ વિન્ડો સિસ્ટમની પણ મુલાકાત લઈ અત્યાર સુધીમાં કેટલી ફરિયાદ આવી અને નિકાલ થયો તે અંગેની માહિતી મેળવી જરૂરી સૂચનો કર્યા હતા.

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot