
વલસાડ પોલીસની ટીમે નનકવાડા ખાતે એક્સિસ બેંક સિવિલ રોડ સામે કાર જોવા મળી હતી.જેને પોલીસે કોર્ડન કરી લઇ કારમાં બેઠેલા 2 ઇસમ હાથમાં મોબાઇલ સાથએ જોવા મળ્યા હતા.બાદમાં ડ્રાઇવિંગ સીટની બાજૂની સીટ ઉપર બેઠેલા ઇસમ રાજ નિલેશકુમાર દેસાઇ ઉ.32, રહે.5 28,ગાયત્રી ,સદન એપાર્ટ, ઉત્પલ નગર, અતુલનો હોવાનું જણાવ્યુ હતું.તેની પોલીસ અંગ ઝડતી લેતાં બે મોબાઇલ મળી આવ્યા હતા.જેમાં ચેક કરતા અનેક એપ્લિકેશન જોવા મળી હતી.સિટી પોલીસે બે ઇસમોને પોલીસ સ્ટેશને પકડી લાવીને પૂછપરછ કરતા આરોપીએ આ ઓનલાઇન સટ્ટા માટેની એપ્સ છે તેવું જણાવ્યું હતું.ડ્રાઇવિંગ સીટ પર બેસેલા બીજા ઇસમને પુછતાં તેણે પોતાનુ નામ મેહુલ કુમાર ચંપકભાઇ નાયક,ઉ.28 ,રહે.મોટી ચણવઇ જણાવતા પોલીસે બંન્નેની ધરપકડ કરી હતી.





