Explore

Search

February 4, 2026 6:01 pm

IAS Coaching

નવસારીમાં 19 દિવસમાં અલગ અલગ ગુનામાં નાસતા ફરતા 10 આરોપીઓને ઝડપવામાં આવ્યા

નવસારી જિલ્લામાં અલગ અલગ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી ગુનો આચર્યા બાદ રાજ્ય કે જિલ્લાની બહાર આશરો લેતા આરોપીઓની શોધખોળ માટે જિલ્લા પોલીસવાડા સુશીલ અગ્રવાલ દ્વારા વોન્ટેડ સેલની રચના કરવામાં આવી હતી. જેમાં આવા આરોપીઓની ધરપકડ કરવા એક ટીમ તૈયાર કરી હતી.16 માર્ચ થી શરુ થયેલી આ ટીમે 19 દિવસમાં કુલ 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

દારૂ,જુગાર,મારામારી સહિતના અનેક ગુનાઓ નવસારી જિલ્લામાં આચર્યા બાદ મોટા ભાગના આરોપીઓ ગુજરાત અને નવસારી જિલ્લો છોડી અન્યત્ર સ્થાયી થયા હોય છે આવા આરોપીને ઝડપી પાડવા માટે એક અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં વોન્ટેડ એક્યુઝ્ડ સેલની કામગીરી અસરકારક રહેવા પામી છે.પોલીસ કર્મચારીઓની બનેલી આ ટીમ હ્યુમન ઈન્ટેલિજન્સ અને કોલ ડીટેલના આધારે સતત ભાગેડુ આરોપીઓના લોકેશન પર નજર રાખી તેમને ઝડપી પાડવામાં આવ્યા છે.

ગુજરાત રાજ્યમાં લોકસભા ચૂંટણી આગામી 7 મી મેના રોજ આયોજિત થવા જઈ રહી છે.તેમાં આવા ભાગેડું આરોપીઓ ચૂંટણી દરમ્યાન જિલ્લામાં આવી વિક્ષેપ ન પાડે તેમ જ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સ્થિર રહે તેવા ઉદ્દેશથી શરૂ કરવામાં આવેલી આ ટીમની કામગીરી અસરકારક રહેવા પામી છે.

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot