
એક તરફ ઇબાદત અને લોકો માટે ભલાઈ કરવાનો મહિનો તો બીજી તરફ ઠગાઈ કરવાનો. સુરત શહેરના ભેસ્તાન આવાસ વિસ્તારમાં રહેતા ગરીબો તેમજ વિધવા મહિલાઓ ને રાશન કીટ આપવાની લોભામણી લાલચ આપી પૈસા લઈ ફરાર.

રમઝાનના પવિત્ર મહિનામાં જ્યાં એક તરફ લોકો ઈબાદત કરે છે ગરીબ લોકો માટે ભલાઈનું કામ કરે છે તેઓને રાહત પહોંચાડે છે અને દુઆઓ લેવાનું કામ કરે છે ત્યાં જ બીજી તરફ ભેસ્તાન આવાસ વિસ્તારમાં રહેતા ગરીબ મહિલાઓ તેમજ વિધવાઓ પાસેથી 200 200 રૂપિયાની ઉઘરાણી કરી તેમ જ તેમની પાસેથી જરૂરી આઈડી પ્રુફ ડોક્યુમેન્ટ લઈ તેમને જરૂરી રાશન કીટ ની લાલચ આપી ફિરોઝ વેલ્ડર નામનો વ્યક્તિ ઠગાઈ કરીને mr ઇન્ડિયા થઇ ગયો,

ભેસ્તાન આવાસ માં રહેતા ગરીબ મહિલાઓ કે વિધવાઓ દ્વારા અપાયેલી ફિરોઝ વેલ્ડર ને રકમ અને આઈડી પ્રૂફ ને ધ્યાને લઈ ભેગા થઈ ન્યાયની માંગ કરી છે.ક્યાં તો ગરીબોને રાશન કીટ મળવી જોઈએ ત્યાં તો પૈસા અને જરૂરી ડોક્યુમેન્ટ પરત મળવા જોઈએ





