Explore

Search

February 4, 2026 6:01 pm

IAS Coaching

વલસાડમાં સાંઈ બાબા મંદિર પાસે અન્ય યુવક સાથે બોલતી હોવાનો વહેમ રાખીને પ્રેમી યુવક પ્રેમિકાને ચપ્પુ મારી ફરાર થયો.

વલસાડ શહેરના ધોબી તળાવ વિસ્તારમાં રહેતા એક યુવકે મોગરાવાડી વિસ્તારમાં રહેતી યુવતી સાથે અભ્યાસ દરમ્યાન પ્રેમ થયો હતો. 3 વર્ષના પ્રેમ સંબંધમાં યુવક યુવતીએ તેઓના માતા-પિતાને લગ્ન માટે માનવી લીધા હતા.થોડા દિવસ બાદ યુવક અને યુવતીની સગાઈ થવાની હતી. યુવક અને યુવતીના પરિવારના સભ્યો સગાઈની તૈયારીમાં વ્યસ્ત હતા. ગત રાત્રે યુવક તેની પ્રેમિકાને બાઇક ઉપર ઇસ્ટ રેલવે યાર્ડના લોકોશેડ પાસે લઈ ગયો હતો. જ્યાં યુવકે તેની પ્રેમિકાને અન્ય યુવક સાથે કેમ વાત કરે છે. તેમ કહી ઝઘડો કર્યો હતો. ઉશ્કેરાયેલા યુવકે યુવતીને ચપ્પુ વડે હુમલો કરી બાઇક લઈને જતો રહ્યો હતો. રસ્તા ઉપરથી પસાર થતા સ્થાનિક લોકોએ 108ની ટીમને જાણ કરી યુવતીને સારવાર માટે ખસેડવા મદદ માંગી હતી. ઘટના અંગે વલસાડ GRPની ટીમને ઘટનાની જાણ થતાં વલસાડ GRPની ટીમે યુવતીના નિવેદનના આધારે આગળની તપાસ હાથ ધરી છે. યુવકે યુવતીને એક અન્ય યુવક સાથે ફોમના વાત કરતા જોઈ હતી. જેને લઈને બંને વચ્ચે મનભેદ થયો હતો. ગત મોડી રાત્રીએ યુવક તેની બાઇક ઉપર યુવતીને વલસાડ ઇસ્ટ રેલવે યાર્ડ ખાતે આવેલા સાઈ બાબા મંદિર પાસે લઈ આવ્યો હતો. અને અન્ય યુવક સાથે બોલવાની વાતને લઈને યુવક યુવતી વચ્ચે તુંતું મેમે થઈ હતી. યુવક અને યુવતીની તુંતું મેમે દરમ્યાન ઉશ્કેરાયેલા યુવકે યુવતી ઉપર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. યુવતીને લોહીલુહાણ હાલતમાં મૂકીને યુવક બાઇક લઈ જતો રહ્યો હતો.

રસ્તા ઉપરથી પસાર થતા એક રાહદારીએ યુવતીને લોહીલુહાણ હાલતમાં જોઈને તાત્કાલિક 108ની ટીમને ઘટનાની જાણ કરી હતી. સાથે આજુબાજુ રહેતા સ્થાનિક લોકોને ઘટનાની જાણ થતાં યુવતીની મદદે દોડી આવ્યા હતા. 108ની ટીમને ઘટનાની જાણ થતાં તાત્કાલિક 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી ઇજાગ્રસ્ત યુવતીને સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી હતી. વલસાડ GRPની ટીમને ઘટનાની જાણ થતાં પ્રેમી યુવક વિરુદ્ધ યુવતીએ ફરિયાદ નોંધાવી હતી. વલસાડ GRPની ટીમે યુવતીની ફરિયાદના આધારે ઇસ્ટ રેલવે યાર્ડ પાસે આવેલા સાંઈબાબા મંદિર પાસે ઘટના સ્થળે પહોંચી ઘટનાનું નિરીક્ષણ કરીને આજુબાજુમાં આવેલા સરકારી અને ખાનગી CCTV ફૂટેજ મેળવી આગળની તપાસ હાથ ધરી છે.

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot