
વલસાડના અબ્રામાં વિસ્તારમાં આવેલી મારબલની દુકાનમાં છૂટક મજૂરી કામ કરતા પરિવારની મોટી દીકરીએ કોર્ટ મેરેજ કર્યા હતા. યુવકના માતા-પિતા પુત્રવધુને સ્વીકારવા તૈયાર ન હતા. જેથી યુવક તેના સાસરે પત્ની અને સાસુ સસરા સાથે રહેતો હતો. રવિવારે બપોરે દીકરી જમાઈને સુતેલા જોઈ સસરા છૂટક મજૂરી કરવા ગયા હતા. જે બાદ પરત ફર્યા ત્યારે દીકરી ને બેડ ઉપર બેભાન હાલતમાં મળી હતી. તેમજ મહિલાના ગળાના ભાગે ઇજાના નિશાન જોવા મળ્યા હતા. નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડતા ફરજ ઉપરના હાજર તબીબે યુવતીને મૃત જાહેર કરી હતી.
રવિવારે અનિલભાઈ છૂટક મજૂરી કરવા ગયા હતા. બપોરે આવ્યા ત્યારે ઘરમાં કોઈ ન હતી. જેથી સુઈ ગયા હતા. 3 વાગે ઉઠયા ત્યારે દીકરી જિજ્ઞા અને વૈભગ સેટી ઉપર સુતા હતા અને અનિલભાઈ છૂટક મજૂરી કરવા ગયા હતા.છૂટક મજૂરી કરીને ઘરે 4 કલાકે આવ્યા ત્યારે ઘરની બહાર ભીડ જોઈ હતી. ઘરમાં જઈને ચેક કરતા જિજ્ઞા સેટી ઉપર સુતેલી હતી. અનિલભાઈની પત્ની અને નાની દીકરી તેમજ વૈભવ ઘરે હજાર હતા અને જિજ્ઞાને ઉઠાડવાનો પ્રયાસ કરતા હતા. અનિલભાઈએ શુ થયું તેમ પૂછતાં જિજ્ઞા ઉઠતી નથી તેમ અનિલભાઈની પત્નીએ જણાવ્યું હતું. જિજ્ઞાની ગરદન ઉપર ઇજાના નિશાનો જોવા મળ્યા હતા. ઘટના અંગે સ્થાનિક લોકોએ 108 બોલાવી હતો. જિજ્ઞાને 108માં નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડી હતી. ખાનગી હોસ્પિટલમાં ફરજ ઉપર હાજર તબીબે જિજ્ઞાને મૃત જાહેર કરી હતી. ઘટનાની સીટી પોલીસની ટીમને જાણ થતાં સીટી પોલીસે લાશનો કબ્જો મેળવી આગળની તપાસ હાથ ધરી છે. ઘટના અંગે સીટી પોલીસે ADની અનિલભાઈએ નોંધ કરાવી છે. જિજ્ઞાનું PM સોમવારે કરવામાં આવશે. PM કર્યા બાદ મોતનું ચોક્કસ કારણ જાણવામાંઆવશે.





