Explore

Search

February 4, 2026 2:47 pm

IAS Coaching

વલસાડના જૂજવા ગામે એક યુવાન પોતાના ઘર ઉપર રામનવમીના પર્વ નિમિત્તે લગાવેલી કેસરી ધ્વજા પાડવા જતાં વિજ કરન્ટથી મોતને ભેટ્યો 

વલસાડ તાલુકાના ગાડરિયા ગામના મૂળ રહીશ અને જૂજવા ગામમાં કુબેર રેસિડન્સીમાં રહેતાં 39 વર્ષીય અંકુર રમેશભાઈ પટેલના ઘરના ટેરેસ ઉપર રામનવમી મહોત્સવની ઉજવણી વખતે ધ્વજા લગાડવામાં આવી હતી.આ અવસર પૂર્ણ થઇ ગયા બાદ ઘણા દિવસથી આ ધ્વજા ઘર ઉપર હતી.દરમિયાન ગુરૂવારે સવારે 7.30ના સુમારે અંકુરભાઇ ધ્વજા પાડવા પોતાના ઘરના ટેરેસ પર ચઢ્યા હતા. ધ્વજા માટે લગાવેલા સ્ટીલના પાઇપ ઉપરથી વિજ લાઇન પસાર થતી હતી.આ ધ્વજા પાડવા જતાં લોખંડની પાઇપ ઉંચો થઇ જતાં ઉપરથી પસાર થતી વિજ લાઇનના સંપર્કમાં આવવાથી ધડાકાભેર કરન્ટ લાગતાં યુવાન પટકાયો હતો.આ ઘટના બનતા ભારે દોડધામ મચી ગઇ હતી.આસપાસનના લોકો અને પરિવારજનોએ દોડી આવી કરન્ટથી ગંભીર ઇજા પામેલા યુવાનને તાત્કાલિક વલસાડની હોસ્ટિલમાં સારવાર અર્થે દાખલ કરાયો હતો જ્યાં મૃત જાહેર થતાં ગામમાં શોકનું વાતાવરણ ફેલાઇ ગયું હતું.રૂરલ પોલીસ મથકમાં આ બનાવ અંગે એડી નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. જૂજવા ગામના યુવકનું આકસ્મિક મોત થવાથી પરિવાર ઉપર મોટી આફત આવી પડી હતી. મૃતક યુવકની સાંજે નિકળેલી સ્મશાન યાત્રામાં અનેક લોકો જોડાયા હતાં.

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot