Explore

Search

February 4, 2026 2:47 pm

IAS Coaching

કોમર્સ અને સાયન્સના પરિણામમાં વિદ્યાર્થીનીઓએ વગાડેલો ડંકો

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના જાહેર થયેલા પરિણામમાં દમણની સાર્વજનિક વિદ્યાલયે મેળવેલી અભૂતપૂર્વ સિદ્ધિ*


ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા યોજાયેલ બોર્ડ પરીક્ષા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે જેમાં દમણની સાર્વજનિક વિદ્યાલયની વિદ્યાર્થીઓએ બંને પ્રવાહોમાં અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરી વિદ્યાલયનું નામ રોશન કર્યું છે. વિજ્ઞાન પ્રવાહમાં સાર્વજનિક વિદ્યાલયની વિદ્યાર્થીની નિકી મુકેશ બારીયાએ 700 માંથી 653 ગુણ (93.28%) પ્રાપ્ત કરી કેન્દ્રશાસિત પ્રદેશ દાનહ અને દમણ-દીવમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં જ વિદ્યાલયની અન્ય દીકરી સાદિયા નૌશાદ ખાને 700 માંથી 637 ગુણ (91%) પ્રાપ્ત કરી કેન્દ્રશાસિત પ્રદેશ દાનહ અને દમણ-દીવમાં તૃતીય સ્થાને અને દમણમાં દ્વિતીય સ્થાને રહી છે.

સામાન્ય પ્રવાહ(કોમર્સ)માં સાર્વજનિક વિદ્યાલયની ઉમેરા ફારુક મોહમ્મદે 750 માંથી 653 ગુણ (87.07%)પ્રાપ્ત કરી દમણ ખાતે તૃતિય સ્થાન પ્રાપ્ત કર્યુ છે.શાળાનું વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 65.89%, સામાન્ય પ્રવાહ (કોમર્સ)નું પરિણામ 87.76 તથા સામાન્ય પ્રવાહ (આર્ટસ)નું
પરિણામ 83.33% જાહેર થયું છે.

સારુ પરિણામ અને વિદ્યાર્થીઓએ મેળવેલી અભૂતપૂર્વ સિદ્ધિ બદલ વિદ્યાલય મેનેજમેન્ટ કમિટીએ વિદ્યાર્થીઓ તથા શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા અને ભવિષ્યમાં પણ વધુ સારું પરિણામ મેળવવા માટે શુભકામનાઓ પાઠવી હતી.

રિપોર્ટર વસીમ સૈયદ

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot