Explore

Search

February 4, 2026 2:46 pm

IAS Coaching

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સરીગામ સનસીટીમાં આવેલી કાપડની દુકાનમાં આગ લાગતા દોડધામ મચી . 

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સરીગામ સનસીટીમાં આવેલી સિયારામના આઉટ લેટમાં આચનક આગ ભભૂકી ઉઠવાની ઘટના બની હતી. ઘટના બનતા દુકાનદાર સહિત સેલમેનમાં દોડધામ મચી ગઇ હતી. આગ વધવા લાગતા આજુબાજુમાં આવેલી દુકાનના વેપારીઓ પણ દુકાનદારની મદદે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ સ્થાનિક લોકોએ સરીગામ ફાયર વિભાગની ટીમને કરતા સરીગામ ફાયર વિભાગની ટીમ અને વીજ કંપનીની ટીમને સ્થાનિક લોકોએ તાત્કાલિક જાણ કરી હતી.

ઘટનાની જાણ સરીગામ ફાયર વિભાગ અને વીજ કંપનીની ટીમને જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. આગની ઘટનામાં કાપડની દુકાન હોવાથી આગ ઉપર કાબુ મેળવવામાં ભારે ફાયર વિભાગની ટીમને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. દુકાનમાં વીજ લોડ વધતા આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન વીજ કંપની અને ફાયર વિભાગની ટીમે લગાવ્યું હતું. ઘટનાની જાણ ભિલાડ પોલીસની ટીમને થતા ભિલાડ પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ટ્રાફિકનું સંચાલન કર્યું હતું

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot