Explore

Search

February 4, 2026 12:51 pm

IAS Coaching

સરીગામ GIDCમાંથી ચોરી થયેલા પાન મસાલા અને તમ્બાકુના જથ્થા સાથે ત્રણ ઇસમોને LCBએ ઝડપી લીધા.

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ભિલાડ હાઇવે ઉપરથી LCBની ટીમે મહારાષ્ટ્ર તરફ જતો એજ ટેમ્પો અટકાવી ચેક કરતા સરીગામ GIDCમાં આવેલી નીમ ટ્રી હોટલની પાછળ આવેલ શોપીંગ સેન્ટરમાં દેવરાજ ટ્રેડર્સ દુકાનમાંથી ચોરાયેલા તમાકુ અને પાન મસાલાના જથ્થા સાથે 3 ઇસમોને વલસાડ LCBની ટીમે ઝડપી પાડ્યાં હતા.

વલસાડ LCBની ટીમે આરોપીઓની પ્રાથમિક પૂછપરછ કરતા ગત ગુરુવારે સરીગામની નીમ ટ્રી પાછળ આવેલા શોપિંગ સેન્ટરમાં ગત ગુરુવારે રાત્રી દરમ્યાન દુકાનનું શટર તોડી દુકાનમાં રાખેલ પાન મસાલા, તમ્બાકુના જથ્થાની ચોરી કરી પારડી ખાતે આવેલા ગોડાઉનમાં મુદ્દામાલ રાખી મુક્યો હતો.

જે મુદ્દામાલ આજે મહારાષ્ટ્ર ખાતે વેચવા જતા હોવાની કબૂલાત કરી હતી. વલસાડ LCBની ટીમે વધુ પૂછપરછ કરતા ઘરફોડ ચોરી પણ કરી હોવાની કબૂલાત કરી હતી. વલસાડ LCBની ટીમે વધુ તપાસ માટે આરોપીને ભિલાડ પોલીસને સોપી આગળની તપાસ હાથ ધરી હતી.

વલસાડ જિલ્લા SP ડો. કરનરાજ વાઘેલાએ વલસાડ LCBના ઇન્ચાર્જ PI એ યુ રોઝને અનડીટેકટ ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલવા સૂચના આપી હતી. વલસાડ જિલ્લા LCBની ટીમ ઇન્ચાર્જ PI એ યુ રોઝના નેતૃત્વમાં વલસાડ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી રહી હતી. જે દરમ્યાન ભિલાડ હાઇવે ઉપર પેટ્રોલિંગ કરી રહેલી વલસાડ LCBની ટીમને મળેલી બાતમીના આધારે એક ટેમ્પો ન. .GJ-15-XX-0608માં બિલ અને પુરાવા વગર ગેરકાયદેસર રીતે તમાકુ અને પાન મસાલાનો જથ્થો ટેમ્પો ચાલક અને અન્ય ઈસમો મહારાષ્ટ્ર ખાતે વેચવા જઈ રહ્યા હોવાની બાતમી વલસાડ LCBની ટીમને મળી હતી.

બાતમીના આધારે વલસાડ LCBની ટીમે ભિલાડ હાઇવે ઉપર બાતમીવાળા ટેમ્પોની વોચ ગોઠવી હતી. જે દરમ્યાન બાતમીના વર્ણન વાળો ટેમ્પો આવતા ટેમ્પાને અટકાવી ચેક કરતા ટેમ્પોમાં તમાકુ અને પાન મસાલાનો જથ્થો મળી આવ્યો હતો. વલસાડ LCBની ટીમે ટેમ્પો ચાલક અને સાથેના ઈસમો પાસેથી તમાકુ અને પાન મસાલાના બિલ વગેરે જરૂરી કાગળો માંગતા કાગળો ન હોવાનું જણાવ્યું હતું.

જેથી વલસાડ LCBની ટીમે તમાકુ અબે પાન મસાલાનો જથ્થો છળ કપટ વડે મેળવ્યો હોવાની શંકા જતા ટેમ્પો ચાલક સહિત 3 ઇસમોની પ્રાથમિક પુછાપર કરતા સરીગામ નિમ હોટલ પાછળ આવેલી દુકાનનું શટર તોડી તેમાંથી તમાકુ અને પાન મસાલાનો જથ્થો ચોરી કર્યો હોવાની કબૂલાત કરી હતી. વલસાડ LCBની ટીમે વધુ પૂછપરછ કરતા આરોપીઓને ઘરફોડ ચોરીની કબૂલાત કરી હતી.

વલસાડ LCBની ટીમે આરોપીઓ (1) મોહમદ કેફ મોહમદ અકીલ સીદીકી ઉ.વ.23, (2) આસીફ આફાક સીદીકી ઉ.વ.40, (3) નિલેશ ઉર્ફે પંડીત S/O અજયકુમાર શંભુ મિશ્રા ઉ.વ.32, ને ઝડપી ટેમ્પો નં.GJ- 15-XX-0608,.રૂ.5.43 લાખનો તમાકુ અને પાન મસાલાનો જથ્થો, 4 મોબાઈલ મળી 10.54 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓને ભિલાડ પોલીસ મથકે સોંપી આગળની તપાસ હાથ ધરી હતી.

 

 

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot