બાકી પૈસા ન આપ્યા તો જીવ લીધો
વાપીના જૂના જકાતનાકા પાસેથી 3 જૂના દિવસે મળી આવેલી હત્યા કરાયેલી લાશનો ભેદ ઉકેલાયો છે. બાકી પૈસાની ઉઘરાણી માટે હત્યા કરાયાનો ઘટસ્ફોટ થયો છે. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

વલસાડ જિલ્લાના વાપી શહેરના જુના જકાત નાકા પાસે રેલવે ટ્રેક નજીક 3જુ જુનના રોજ સાંજે હત્યા થયેલી હાલતમાં મૃતકની લાશ મળી હતી. રસ્તા પાસેથી પસાર થતા સ્થાનિક લોકોએ શંકાસ્પદ હાલતમાં મૃતકની લાશ જોતા તાત્કાલિક વાપી ટાઉન પોલીસ મથક અને 108ની ટીમને ઘટનાની જાણ કરી હતી. વાપી ટાઉન પોલીસની ટીમે અજાણ્યા ઇસમની લાશની ઓળખ કરવા સોશિયલ મીડિયાના માધ્યમથી લાશના ફોટા અગ્રણીઓને મોકલાવી લાશની ઓળખ કરવાનો પ્રયાસ હાથ ધર્યો હતો.

મૃતકના દીકરાએ રામબિહારી ભારદ્વાજની લાશ હોવાની ઓળખ કરી હતી. રામબિહારી ભારદ્વાજના દીકરા સત્યનારાયણ ભારદ્વાજે વાપી ટાઉન પોલીસ મથકે પિતાની હત્યાની ફરિયાદ નોંધાવી હતી. રામબિહારી ભારદ્વાજના મિત્ર રાજેશ ઉર્ફે બબલુ યાદવ ઉપર શંકા દર્શાવી હતી. વાપી ટાઉન પોલીસની રાજેશ યાદવની પ્રાથમિક પૂછપરછ કરતા રાજેશે ગુનાની કબૂલાત કરી હતી.

રવિવારે સવારે 9 કલાકે ગીતા નગર પાસે રાજેશ અને રામબિહારી ભારદ્વાજ મળ્યા હતા. રામબિહારી રવિવારે કેરીનો ધંધો કરવા અલગ અલગ આંબાવાડીમાં કેરી ખરીદવા જવાનો હોવાનું કેળાના વેપારી રાજેશ ને જણાવ્યું હતું. રાજેશ અને રામબિહારી બંને વળખંભા અને પારડી તાલુકાના વાઘછીપા પાસે આવેલી આંબાવાડીમાં કેરી ખરીદવા ગયા હતા. જ્યાં રાજેશે રામબિહારી ભારદ્વાજ પાસે VCના 8 લાખ અને સહારા ઇન્ડિયામાં રોકેલા 8 લાખ મળી કુલ 16 લાખની ઉઘરાણી કરી હતી.

જે બાબતે બંને મિત્રો વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં રાજેશ દ્વારા રામબિહારી ભારદ્વાજને ગળાના ભાગે માર માર્યો હતો. જેને લઈને રામબિહારી ભારદ્વાજ બેભાન થઈ ગયા હતા. રાજેશ તેની કારની ડેકીમાં રાજેશને બેસાડવા કારની ડિક્કી નજીક લઈ ગયો હતો. જે દરમ્યાન રામબિહારી ભાનમાં આવી ગયા હતા. રામબિહારીએ રાજેશની કારની.ડિક્કિમ કેળા કાપવા મુકેલા ચપ્પુવડે જીવલેણ હુમલો કરવા જતાં રાજેશે રામબિહારીને ગળાના ભાગે તથા શરીરે ચપ્પુ મારી ઇજાઓ પહોંચાડી મોત નિપજવ્યું હતું.
જે બાદ રાજેશ રામબિહારીની લાશને લઈને કપરાડા અને પારડી, ભિલાડ સહિતના અલગ અલગ વિસ્તારોમાં ફર્યો હતો. ત્યારબાદ રવિવારે રાત્રે વાપી જકાત નાકા પાસે રામબિહારી ભારદ્વાજની લાશને ફેંકી રાજેશ જતો રહ્યો હોવાની પોલીસ પૂછપરછમાં કબૂલાત કરી હતી.






