Explore

Search

February 4, 2026 12:32 pm

IAS Coaching

પવન ફૂંકાવવાની આગાહી.

રાજ્ય હવામાન વિભાગની આગાહીને લઈને વલસાડ જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી વધુ ઝડપે પવન ફૂંકાવવાની આગાહી આપી.

રાજ્ય હવન વિભાગ દ્વારા 6ઠી જુનથી 12 જૂન દરમ્યાન વલસાડ જિલ્લા સહિત સમગ્ર દક્ષિણ ગુજરાત અને સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં ભારે પવન સાથે વરસાદની આગાહી આપી હતી. જે આગાહીને લઈને વલસાડ વહીવટી તંત્રએ આંબાવાડીઓ ઉપર નભતા ખેડૂતોને કેરીના પરિપક્વ પાકની યોગ્ય બજાર વ્યવસ્થા કરવા જણાવ્યું છે. સાથે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

રાજ્ય હવામાન વિભાગે વલસાડ જિલ્લા સહિત દક્ષિણ ગુજરાત સહિત ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં 6 જૂન થી 12 જૂન દરમ્યાન ગાજ વીજ અને 35થી વધુ ઝડપે પવન સાથે વરસાદ પડવાની આગાહી રાજ્ય હવામાન વિભાગે આગાહી કરી છે. જેને લઈને વલસાડ જિલ્લાનું વહીવટી તંત્ર પણ એલર્ટ જોવા મળ્યું હતું. વલસાડ જિલ્લામાં આંબાવાડી ઉપર નભતા ખેડૂતોને કેરીનો તૈયાર પાક બેડી જરૂરી બજાર વ્યવસ્થા કરવા જણાવ્યું છે. સાથે આંબાવાડીમાં પરિપક્વ કેરીની ડાળીઓને ટેકા લગાવી જરૂરી સાવચેતી રાખવા અંગે જાગૃત કરવામાં આવ્યા છે.

વલસાડ જિલ્લામાં આવેલી તમામ APMCઓમાં વરસાદની આગાહીને લઈને ખેડૂત વેપારીઓને પણ જરૂરી સાવચેતીઓ લેવા અંગે જણાવ્યાજ છે. સાથે જિલ્લામાં કાચા મકાનમાં રહેતા નાગરિકોને જરૂરી સાવચેતી રાખવા સૂચના આપી છે. વલસાડ જિલ્લાના તિથલ બીચ ઉપર સહેલગાહ માણવા આવતા સહેલાણીઓને દરિયા કિનારેથી દૂર રહેવા સૂચનાઓ આપી છે.

 

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot