Explore

Search

February 4, 2026 11:11 am

IAS Coaching

વાપીના ગુંજન ન્યુ હાઉસિંગ કોલોનીના ફ્લેટમાં SOGનો દરોડો, 53 ગ્રામ ડ્રગ્સ સાથે એકને દબોચ્યો.

વલસાડ SOGને મળેલી બાતમીના આધારે વાપીના ગુંજન વિસ્તારમાં આવેલી ન્યુ હાઉસિંગ કોલોનીના એક ફ્લેટમાં છાપો મારી ગેરકાયદેસર રીતે MD ડ્રગ્સનો જથ્થો વલસાડ SOGની ટીમે ઝડપી પાડ્યો હતો.

વલસાડ SOGની ટીમે 5.33 લાખનો ડ્રગ્સનો જથ્થો અને રોકડા તથા મોબાઈલ મળી 5.74 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આરોપીની ધરપકડ કરી વાપી GIDC પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

વલસાડ SP ડો. કરનરાજ વાઘેલાએ SOGની ટીમને જિલ્લામાં ચાલતી NDPSની ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિઓ ઉપર અંકુશ લાવવા સૂચના આપી હતી. જે સુચનાના આધારે વલસાડ SOG PI એ યુ રોઝના નેતૃત્વમાં વલસાડ SOGની ટીમ શંકાસ્પદ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી રહી હતી.

વાપી વિસ્તારમાં પેટ્રોલિંગ કરતી SOGની ટીમને મળેલી બાતમીના આધારે વલસાડ જિલ્લાના વાપી GIDC પોલીસ મથક વિસ્તારમાં ગુંજન ખાતે આવેલી ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડની બિલ્ડીંગ ન. 71ના રૂમ ન.1386 માં રહેતા 26 વર્ષીય, શંકર વિજય સિંકેત તેના ફ્લેટમાં ગેરકાયદેસર રીતે MD ડ્રગ્સનો જથ્થો રાખી ગેરકાયદેસર રીતે છૂટક વેચાણ કરતો હોવાની બાતમી વલસાડ SOGની ટીમને બાતમી મળી હતી.

મળેલી બાતમીના આધારે વલસાડ SOGની ટીમે ગુંજન ન્યુ હાઉસિંગમાં રેડ કરી ચેક કરતા ફ્લેટમાંથી કુલ 53.37 ગ્રામ MD ડ્રગ્સનો જથ્થો વલસાડ SOGની ટીમે ઝડપી પાડ્યો હતો. વલસાડ SOGની ટીમે કુલ 5.33 લખનો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો હતો. વલસાડ SOGની ટીમે ફ્લેટમાં ચેક કરતા રોકડા રૂ. 34 હજાર તથા મોબાઈલ મળી કુલ 5.74 લાખનો મુદ્દામાલ કબ્જે કરી વાપી GIDC પોલીસ મથકે ફરિયાદ નોંધી કેસમાં સંડોવાયેલા ઇસમોને વોન્ટેડ જાહેર કરી ડ્રગ્સના જથ્થા સાથે શંકર વિજય સિંકેતની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot