Explore

Search

February 4, 2026 12:52 pm

IAS Coaching

વલસાડમાં શાળાના વાન સંચાલકો સાથે સીટી PIના અધ્યક્ષ સ્થાને બેઠકનું આયોજન થયું, નવા નિયમોનું પાલન કરવા સૂચના આપી.

વલસાડ જિલ્લામાં સ્કૂલ વર્ધી માટેની ઓટો રીક્ષા અને વાન સહિતના વાહનો માટે જિલ્લા કલેક્ટરે માર્ગદર્શિકા જારી કરી હતી. વલસાડ શહેરના અબ્રામા વિસ્તા આવેલું સરસ્વતી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે સીટી PI ડી ડી પરમારના અધ્યક્ષ સ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતું. 

જેમાં સ્કૂલ વાન સંચાલકો માટે જાહેર થયેલા નવા નિયમોની સ્કૂલ વાન સંચાલકોને માર્ગદર્શ આપવામાં આવ્યું હતું. જેમાં સ્કૂલ વાન માં CNG ગેસના સિલિન્ડર ઉપર પાટિયું મૂકીને બાળકોને બેસાડી શકશે નહીં. શાળા શરૂ થાય બાદ વાહન ચેકીંગ દરમ્યાન જો કોઈ સ્કૂલ વાન ચાલક નિયમોનું ઉલ્લંઘન કરતા ઝાડપાશે તો નિયમ અનુસાર કાયદેસરની કાર્યવાહી કરવાની થશે તેમ સ્કૂલ વાન સંચાલકો એ જણાવ્યું હતું.

ઉનાળુ વેકેશન પૂર્ણ થતા હવે આગામી દિવસોમાં વલસાડ જિલ્લાના મોટાભાગના વાલીઓ પોતાના બાળકોને શાળાએ લઈ જવા લાવવા માટે ખાનગી માલિકીની ઓટો રીક્ષા અથવા વાન ભાડેથી મેળવતા હોય છે. પરંતુ બાળકોની સુરક્ષા અને સલામતી રહે તે માટે વલસાડ જિલ્લા RTO કચેરી દ્વારા આ પ્રકારના વાહનો માટે મોટર વ્હીકલ એક્ટ-1988 મુજબ નીચે પ્રમાણે સૂચનાઓ આપવામાં આવી છે. જેનો અમલ કરવો જરૂરી બન્યું છે.

જાહેરનામું બહાર પડતા શાળાના વાન સંચાલકો મુંજવણમાં મુકાયા હતા. જેને લઈને વલસાડના અબ્રામા ખાતે આવેલી સરસ્વતી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે શાળાના આચાર્ય સુરેખાબેન સૈનીના પ્રયાસથી વલસાડ સીટી PIના અધ્યક્ષ સ્થાને શાળાના હોલ ખાતે સ્કૂલ વાન સંચાલકોની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સીટી PI ડી ડી પરમારે સ્કૂલ વાન સંચાલકોને નવા નિયમો અંગે જાણકારી આપવામાં આવી હતી. જેમાં ટેક્ષી પાસિંગવાળા વાહનો જ સ્કૂલ વાન માં ફરી શકશે. 

તમામ સ્કૂલ વાન સંચાલકોને પોલીસ NOC, RTO NOC સહિત તમામ જરૂરી પરમીટ મેળવી લેવા સૂચના આપી હતી. સ્કૂલ વાન માં CNGના બાટલા ઉપર પાટિયા મૂકીને શાળામાં.અભ્યાસ કરતા બાળકોને બેસવા દેવામાં આવશે નહીં, જે સ્કૂલ વાન ચાલકો સામે ગંભીર પ્રકારના ગુનાઓમાં સંડોવાસની હશે તો તેવા વાહન ચાલકોને પરવાનગી આપવામાં આવશે નહીં. સાથે વાહન ચેકીંગ દરમ્યાન નિયમનો ભંગ કરતા એકપણ સ્કૂલ વાન ચાલક પકડાશે તો કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવશે.

(1) મોટર વ્હીકલ એક્ટ-1988 મુજબ સ્કુલનાં બાળકોને શાળાએ લાવવા-લઈ જવા માટે વપરાતા વાહનો હંમેશા ટ્રાન્સપોર્ટ વર્ગ એટલે કે પીળી નંબર પ્લેટવાળા હોવા જરૂરી છે. 

(2) મોટર વ્હીકલ એક્ટ 1988 પ્રમાણે સ્કુલ વર્ધીનું વાહન અને તેમાં લઈ જવાના વિદ્યાર્થીઓનો માન્ય વીમો, ટેક્ષ, પરમીટ, PUC, ફીટનેશ હોવું જોઈએ.

(3) વાહનનાં ચાલક અધિકૃત ડ્રાઈવીંગ લાઈસન્સ ધરાવતા હોય તે પણ મોટર વ્હીકલ એક્ટ-1988 મુજબ જરૂરી છે. 

(4) દરેક વાહનમાં પ્રાથમિક સારવારની પેટી બિનચૂક રાખવી જોઈએ. 

(5) દરેક વાહનમાં જરૂરી અગ્નિશામક સાધનો ફરજીયાત રાખવા જોઈએ. 

(6) આવા વાહન ઉપર તેના માલિકનું નામ અને ટેલિફોન નંબર અવશ્ય લખેલા હોવા જોઈએ. 

(7) સ્કુલ વાનના દરવાજા સારી ગુણવત્તાવાળા લોકથી બંધ કરવા જોઈએ. 

(8) દરેક વાનમાં સ્કુલ બેગ સલામત રાખવા માટે જરૂરી જગ્યા રાખવી જોઈએ. નવા નિયમોનું પાલન કરવા સૂચના:વલસાડમાં શાળાના વાન સંચાલકો સાથે સીટી PIના અધ્યક્ષ સ્થાને બેઠકનું આયોજન થયું, નવા નિયમોનું પાલન કરવા સૂચના આપી. 

(9) સીટ કુશન સાદી સપાટીવાળું હોવું જોઈએ, વાંકીચુકી સપાટીવાળું હોવું જોઈએ નહિ. 

(10) આ પ્રકારના વાહન કલાકમાં 20 કી.મી. કરતાં વધુ ઝડપે ચલાવી શકાશે નહિ. 

(11) વાહનમાં બાળકોના દફતર ડાબી તથા જમણી બાજુએ બહાર લટકાવી શકાશે નહિ. 

(12) વાહન ઉપર આગળની બાજુએ, ડાબી બાજુએ, જમણી બાજુએ તથા પાછળના ભાગમાં પીળા બેકગ્રાઉન્ડ ઉપર લાલ રંગમાં સ્કુલ વાન શબ્દ ચિતરવાના રહેશે. 

(13) ડ્રાઈવરની સીટ ઉપર કોઈપણ બાળકને બેસાડી શકાશે નહિ.  

(14) સ્કુલ વર્ધીના વાહનોમાં 12 વર્ષ સુધીના બાળકો માટે 1 સીટ દીઠ 2 બાળક બેસી શકે તેવી કાયદાકીય જોગવાઈ છે. આનાથી વધારે બાળકો બેસાડી બાળકોનું પરિવહન કરવાનું રહેશે નહિ. 

(15) સ્કુલ વર્ધીના વાહનોમાં કોઈપણ મંજૂરી લીધા વગર CNG અથવા LPG ગેસ પર વાહન ચલાવવું ગંભીર ગુન્હો છે. જેથી આ સ્કૂલવર્ધી માટે વપરાતી ઓટો રીક્ષા વાહનમાં જો અધિકૃત CNG કે LPG કીટ ફીટ કરાવેલ હોય તો સદર વાહનનાં CNG કે LPG ટેન્કનું Gas Cylinder Rules-2016 નાં નિયમ-35 તથા IS: 15975 ની હાલની જોગવાઈ મુજબ CNG વાહનમાં ઉપયોગમાં લેવાતી ટેન્ક ને 03 વર્ષ તેમજ LPG વાહનોમાં ઉપયોગમાં લેવાતી ટેન્કને 05 વર્ષ હાઈડ્રો ટેસ્ટ નિયમિત કરાવવી જરૂરી છે. 

ઉપરોક્ત બાબતોની શાળાનાં બાળકોનાં હિતમાં જાહેર જનતાને નોંધ લેવા વલસાડ જિલ્લાના ઈન્ચાર્જ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીએ અખબારી યાદીમાં જણાવ્યું છે.

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot