Explore

Search

February 4, 2026 12:54 pm

IAS Coaching

વલસાડ ના ઇતિહાસ માં પેહલીવાર સૌથી મોટી ચેસ ટુર્નામેન્ટ થઈ રહી છે.

વલસાડ ના ઇતિહાસ માં પેહલીવાર સૌથી મોટી ચેસ ટુર્નામેન્ટ થઈ રહી છે.

તા. ૯ જૂન ને રવિવારે, સવારે ૯:૩૦ થી શરૂ થશે, પરિવાર રેસ્ટોરન્ટ અને બેન્કવેટ, NH ૪૮, ગુંદલાવ વલસાડ 

આર્ય સંસ્કાર ધામ અને ચેસ લવર એકેડેમી ના સંયુક્ત ઉપક્રમે વલસાડ ઓપન ચેસ ટુર્નામેન્ટ માં ઉમરગામ, દમણ, વાપી, સેલવાસ, નવસારી, સુરત, બરોડા, અહમદાબાદ અને ભાવનગર થી ચેસ ના રેટિંગ ધરાવતા ખેલાડીઓ ભાગ લેવા આવી રહ્યા છે. 

વલસાડ માં ચેસ લવર એકેડેમી ના સ્થાપક ડો. દીપેશ શાહ ના માર્ગદર્શન હેઠળ શિવ યાદવ અને પ્રજ્ઞેશ પટેલ દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નમેન્ટમાં ચાર ગ્રુપ ઓપન, અંડર ૧૫, ૧૨, ૯ માં કુલ ૧૬૦ કરતા વધુ સ્પર્ધકો ભાગ લેનાર છે. 

ફૂલ ૫ રાઉન્ડમાં સમગ્ર ટુર્નામેન્ટ યોજાશે જેમાં વિજેતાઓને રોકડ પુરસ્કાર, ટ્રોફી અને સર્ટિફિકેટ આપવામાં આવશે. 

આ કાર્યક્રમ માં હાજર રહેવા આપને ભાવભર્યું આમંત્રણ છે.

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot