Explore

Search

February 4, 2026 12:31 pm

IAS Coaching

વાપી ટાઉન પોલીસના PCR ડ્રાઈવર સામે મહિલા GRD જવાને દુષ્કર્મની ફરિયાદ નોંધાવી, આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયો.

પોલીસે આરોપીની ધરપકડ કરી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો છે.
લગ્નતેર સંબંધોથી બે પરિવારમાં તોફાન મચ્યું

પોલીસે આરોપીની ધરપકડ કરી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો છે.

વલસાડ જિલ્લામાં મહિલા જવાન તરીકે અલગ અલગ ટ્રાફિક પોઇન્ટ ઉપર ફરજ બજાવતી મહિલા જવાન સાથે વાપી ટાઉન પોલીસ મથકના PCR વાનમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા ડ્રાઈવરની નજર મળી ગઈ હતી. GRD જવાન અને મહિલા વચ્ચે મિત્રતા થઈ હતી. જે બાદ વાત આગળ વધી હતી. PCR વાનના ડ્રાઈવરે પરિણીત મહિલાને લગ્નની લોભામણી લાલચ આપી 2 બાળકો 1 બાળકને ઉછેરવાનું વચન આપી મહિલા સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા.

PCRના ડ્રાઈવરે બંનેની અંગત પળોના બનાવેલા વીડિયો તેમની પત્નીના હાથે લાગ્યા હતા. જેને લઈને ઘરમાં તોફાન મચ્યું હતું. જેથી PCR વાનના ડ્રાઈવરે GRD મહિલા સાથે સંબંધ તોડી નાખ્યા હતા. જેને લઈને GRDની મહિલા જવાને વાપી ટાઉન પોલીસ મથકે ટાઉન પોલીસના PCR વાનના ડ્રાઈવરે તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાવી હતી.

મહિલા GRD જવાનના પતિને વિષ્ણુ પાનીકરે ફોન કરી પતિ પત્ની વચ્ચે વધુ ઝઘડો કરાવ્યો હતો. વિષ્ણુ પાનીકરે મહિલા GRD જવાનને લગ્ન કરવાની ના પાડતા GRD મહિલા જવાને વાપી ટાઉન પોલીસ મથકે ફરિયાદ કરી હતી. સડા ત્રણ માસ બાદ વાપી ટાઉન પોલીસે અરજી ઉપર સંપૂર્ણ તપાસ કરી મહિલાની ફરિયાદ નોંધી વાપી ટાઉન પોલીસના PCR વાન ના ડ્રાયવર વિષ્ણુ પાનીકરે વિરુદ્ધ ફરિયાદ નોંધી તેની ધરપકડ કરી જ્યૂડીશ્યલ કસ્ટડીમાં મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot