Explore

Search

February 4, 2026 12:32 pm

IAS Coaching

Silvassa : મોબાઈલના વેપારી પર ફાયરિંગ.

સેલવાસના દાંડુલ ફળિયામાં બે અજાણ્યા શખ્સો ફાયરિંગ કરી ફરાર, વેપારીને સારવાર માટે ખસેડાયો.

વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસના દાંડુલ ફળિયા રાત્રે 12 વાગ્યાની આસપાસ આમલી મેરીગોલ્ડ હોસ્પિટલની સામે મોબાઈલની દુકાન ચલાવતા અને મૂળ બિહારના રહેવાસી આનંદ શેટ એક અજાણ્યા વ્યક્તિએ તેમના પર ગોળી મારીને તેમને ઘાયલ કર્યા હતા. આ આનંદ શેટ ખાતે આવેલી મોબાઈલની દુકાન બંધ કરીને રાત્રે 11 વાગ્યાની આસપાસ સાયલી પ્રધાન મંત્રી આવાસ યોજના સ્થિત પોતાના ઘરે જવા નીકળ્યો હતો.

દાંદુલ ફળિયા ચાર રસ્તા ખાતે આવેલી એક દુકાન પાસે ઉભેલા અજાણ્યા ઈસમોએ મોબાઈલના વેપારી ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. જે બાદ તે જ દુકાનમાં કોઈ અજાણ્યા ઈસમોએ 2 રાઉન્ડ ફાયરિંગ કરી જીવલેણ હુમલો કર્યો હતો. વેપારીને એક ગોળી તેના ખભા પર અને બીજી ગોળી પેટમાં વાગી હતી. ફાયરિંગ કરી બંને હુમલાખોર આરોપીઓ ભાગી છૂટ્યા હતા.

સ્થાનિક લોકો અને રાહદારીઓને થતા સ્થાનિક લોકો તાત્કાલિક ઇજાગ્રસ્ત મોબાઈલના વેપારીની મદદે દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોએ 108ની ટીમની મદદ લઈને ઇજાગ્રસ્ત મોબાઈલના વેપારીને તાત્કાલિક સેલવાસની વિનોબા ભાવે સિવિલ ખસેડયા હતા. મોબાઇલના વેપારીને વિનોબા ભાવે હોસ્પિટલના ICUમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં મોબાઈલના વેપારીની સારવાર ચાલી રહી છે.

ઘટનાની જાણ સેલવાસ પોલીસ અને મોબાઈલના વેપારીના પરિવારના સભ્યોને થતા તાત્કાલિક હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યો હતા. સેલવાસ પોલીસની ટીમે FIR નોંધી આગળની તપાસ શરૂ કરી છે. ઘટના સ્થળ અબે અજુબાજુના વિસ્તારના CCTV ફૂટેજ મેળવી સ્થાનિક લોકોના નિવેદન મેળવી આગળની તપાસ હાથ ધરી હતી.

 

 

24×7 ગુજરાતી ન્યૂઝ ચેનલ સૌથી ઝડપી,સૌથી સચોટ,જન જનની પહેલી પસંદ કેમ કે અમે છીએ ‘તમારી સાથે તમારી માટે’

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી સાથે, સૌથી પેહલા આપના વિસ્તારના ન્યૂઝ જોવા માટે આમારી ચેનલને like Share Subscribe કરો. 

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot