Explore

Search

February 4, 2026 11:13 am

IAS Coaching

વાપી બલીઠામાં રેલવે ટ્રેક પર સિમેન્ટનો થાંભલા મુકનાર આરોપીની ધરપકડ.

વાપી બલીઠા જકાતનાકા પાસે મંગળવારે મોડી રાત્રે બ્લોકની કામગીરી દરમિયાન રેલવેના કર્મીઓને મુંબઇ તરફ જતા ટ્રેક ઉપર એક સિમેન્ટનો થાંભલો જોવા મળ્યો હતો. જેને તાત્કાલિક સ્થળ ઉપરથી ખસેડવાની કામગીરી હાથ ધરાઇ હતી. ઘટનાની ગંભીરતાને લઇ બુધવારે પશ્ચિમ રેલવેને ડીઆરએમ ટેક્નિકલ ટીમ સાથે વાપી આવી પહોંચ્યા હતા અને રેલવે પોલીસને તપાસનો આદેશ સોંપતા પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી હતી.

પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ અને સીસીટીવીના આધારે શુક્રવારે એક શંકાસ્પદ આરોપીની ધરપકડ કરી પૂછપરછ કરતા તેણે પોતાનું નામ ધ્રુવ મંદિરે રાવત ઉ.વ. 39 રહે. રૂમ નં. 301 મહેશ એપાર્ટમેન્ટ ત્રિવેણીનગર સોસાયટી જીઇબી કચેરી પાછળ બલીઠા વાપીનો હોવાનું જણાવ્યું હતું. ટ્રેક ઉપર થાંભલા મુકવા અંગે પૂછપરછ કરતા તેણે જણાવ્યું કે, તે દમણમાં ચાઇનીઝની લારી ઉપર કામ કરે છે અને તેનો શેઠ રોજ રાત્રે 11 વાગે તેને વાપી છોડીને જતો હતો. દમણ તરફથી રોજ રાત્રે તે ટ્રેક ઓળંગીને બલીઠા જકાતનાકા થઇને ઘરે જતો હતો. મંગળવારે રાત્રે પણ રાબેતા મુજબ ટ્રેક ઓળંગતી વખતે થાંભલો દેખાતા તેને ટ્રેક ઉપર મુકી તે ફરાર થઇ ગયો હતો. હાલ પોલીસે આરોપીને રિમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરી છે. પૂછપરછમાં અન્ય આરોપીનું નામ ખુલી શકે તેમ છે.

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot