વલસાડના રામવાડી વિસ્તારમાં મોટર સાયકલ સવાર પસાર થયા’ને જર્જરિત એપાર્ટમેન્ટનો ભાગ ધરાશાયી થયો.

વલસાડ નગર પાલિકા દ્વારા ચોમાસા પહેલા શહેરમાં આવેલા 37થી વધુ જર્જરિત મકાનોને નોટિસ પાઠવી હતી. રામવાડી વિસ્તારમાં રામ એપાર્ટમેન્ટ 05 અને આજુબાજુના એપાર્ટમેન્ટને જર્જરિત જાહેર કર્યા હતા. છેલ્લા 3 દિવસથી રામ એપાર્ટમેન્ટ 05ની અલગ અલગ બાલ્કનીનો ભાગ ધરાશાય થયો હતો. બુધવારે સાંજે પણ રામ એપાર્ટમેન્ટનો જર્જરિત ભાગ ધરાશાયી થતા બાઇક ચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો. એપાર્ટમેન્ટમાં 20 ફ્લેટ પૈકી 18 ફ્લેટ બંધ છે. જેમાં 2 ફ્લેટ ધારકો રહે છે.

ચોમાસાની શરૂઆત પૂર્વે નગર પાલિકા દ્વારા જર્જરિત ઇમારતોનો જર્જરિત ભાગ દૂર કરવા મિલ્કત ધારકોને નોટિસ પાઠવવામાં આવે છે. તેમ છત્તા ઘણી જર્જરિત મિલ્કત ધારકો નગર પાલિકાની નોટિસ ધ્યાને લેતા નથી. ચાલુ વર્ષે વલસાડ નગર પાલિકા દ્વારા શહેરમાં આવેલી 37થી વધુ ઇમારતો જર્જરિત જાહેર કરવામાં આવી છે. રામવાડી વિસ્તારમાં આવેલા રામ એપાર્ટમેન્ટ 05માં 20 ફ્લેટ બનાવ્યા છે.

જે પૈકી 2 ફ્લેટ કાર્યરત છે. છેલ્લા 3 દિવસથી વલસાડ શહેરમાં પડી રહેલા વરસાદને લઈને રામ એપાર્ટમેન્ટ 05નો જર્જરિત બાલ્કની નો ભાગ ધરાશાય થઈ રહ્યો હતો. રસ્તા ઉપરથી પસાર થતા રાહદારીઓને જીવ બચ્યા હતા.
ઘટનાની જાણ વલસાડ નગર પાલિકાની ટીમને થતા વલસાડ નગર પાલિકા દ્વારા રામવાડી વિસ્તારમાં આવેલા રામ એપાર્ટમેન્ટ 05ની અજુબાજુ કોડર્ન કરી તકેદારીના ભાગ રૂપે રસ્તો વાહન ચાલકની અવર જવાર માટે બંધ કરવામાં આવ્યો છે. વલસાડ નગર પાલિકાનો ટીમ દ્વારા એપાર્ટમેન્ટમાં રહેતા 2 પરિવારના સભ્યોને વારંવાર સમજાવવા છત્તા ફ્લેટ ખાલી કરતા ન હોવાનું આજુબાજુમાં રહેતા સ્થાનિક લોકોએ જણાવ્યું હતું. હાલ એપાર્ટમેન્ટ વધુ જર્જરિત થયો હોવાથી એપાર્ટમેન્ટની આજુબાજુમાં વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે.





