ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, તેલંગાના, મધ્ય પ્રદેશ, સંઘપ્રદેશ સેલવાસની કુલ-૧૯ ઘરફોડ ચોરીઓનો ભેદ ઉકેલી રીઢા ઘરફોડીયાને મુંબ્રા, મહારાષ્ટ્ર ખાતેથી ઝડપી પાડતી વલસાડ જીલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ.

વાપી સહિત ત્રણ રાજ્યોમાં ૧૯ ચોરી કરેલ લક્ઝરીયસ લાઈફ જીવતા સાતીર ચોરને એલસીબીએ દબોચી લીધો.

આરોપી રોહીત સોલંકી ઉર્ફે અરહાન શેટ્ટી કરોડોના ફ્લેટમાં રહે છેઃ ઓડી કાર રાખે છે તેમજ ચોરી કરવા અન્ય રાજ્યમાં પ્લેનથી જતો.

વલસાડ એલ.સી.બી.એ વાપી સહિત ત્રણ રાજ્યોમાં ચોરી કરેલ તેમજ લક્ઝરીયસ જીવન જીવતા સાતીર ચોરને મહારાષ્ટ્ર મુમ્બાથી મુદામાલ સાથે પોલીસે ઝડપી પાડયો છે.

વાપી જીઆઈડીસી ગુંજનમાં આવેલ આદર્શ હાઉસીંગ સોસાયટીના ફલેટમાં ગત તા.૧૨ જૂનના રોજ કોઈ ચોર તાળુ તોડી ફલેટમાં ઘૂસી ગયો હતો. સોનાના ઘરેણા અને રોકડા રૂા.૧ લાખ ચોરીને ફરાર થઈ ગયો હતો. જેની ફરિયાદ જીઆઈડીસી પોલીસમાં નોંધાયા બાદ એલ.સી.બી.એ તપાસ ચાલું કરી હતી.

એલ.સી.બી. પી.આઈ. ઉત્સવ બારોટ અને ટીમે ટેકનિકલ વિશ્લેષણથી ચોરનું પગેરું મેળવ્યું હતું. પોલીસ ટીમ મહારાષ્ટ્ર મુંબ્રા પહોંચી હતી. રીક્ષા ચલાવી તેમજ મજુર બની પોલીસે આકાશ- પાતાળ એક કરીને અંતે પોલીસે આરોપી ચોરને દબોચી લીધો. પણ પૂછપરછ દરમિયાન ઝડપાયેલ આરોપી ચોર રોહીત સોલંકી ઉર્ફે અરહાન સેટ્ટીએ પોલીસ સમક્ષ જે જે કબુલાત કરી હતી.

તે સાંભળી પોલીસ પણ અચરજમાં પડી ગઈ હતી. મુંબ્રામાં બે કરોડના ફલેટમાં રહેતો હતો. ઓડી જેવી લક્ઝરીયસ કારમાં ફરતો હતો તેમજ ચોરી કરવા અન્ય રાજ્યોમાં ફલાઈટથી જતો આવતો હતો. વાપી સહિતઆરોપીએ કુલ ૧૯ ચોરીની કબુલાત પોલીસ સમક્ષ કરી છે. મુદ્દામાલ સાથે પોલીસે આરોપી રોહીત સોલંકીની ધરપકડ કરી વધુ તપાસ માટે જીઆઈડીસી વાપી પોલીસને સોંપ્યો છે.


24×7 ગુજરાતી ન્યૂઝ ચેનલ સૌથી ઝડપી,સૌથી સચોટ,જન જનની પહેલી પસંદ કેમ કે અમે છીએ ‘તમારી સાથે તમારી માટે’ સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી સાથે, સૌથી પેહલા આપના વિસ્તારના ન્યૂઝ જોવા માટે આમારી ચેનલને like Share Subscribe કરો.






