Explore

Search

February 4, 2026 12:52 pm

IAS Coaching

સરીગામ-ડહેલી વિસ્તારમાંથી રૂ.9.45 લાખની વીજ ચોરી ઝડપાઇ

સરીગામ ગ્રામપંચાયત અને ડહેલી પંચાયતનાં રહેણાક વિસ્તારમાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીની વિજિલન્સ ટીમે રેડ કરી 300થી વધુ વીજ મીટર ચેક કરી રૂ.9.45 લાખની વીજ ચોરી ઝડપી પાડી હતી.સરીગામ પંચાયત વિસ્તારમાં 20 ઓગષ્ટે સવારે 6 કલાકે દ.ગુજરાત વીજ કંપનીની વિજિલન્સ ટીમે રેડ કરી હતી.આ વિજિલન્સ ટીમમાં સુરત,ભરૂચ ,વલસાડ સહિતની અલગ અલગ 22 ટીમે 300થી વધુ વીજ મીટર ચેક કર્યા હતા.જેમાં 13 વીજ ગ્રાહકો વીજ મીટર સાથે ચેડાં તથા અન્ય ગેરરીતિ કરતા ઝડપાયા હતા.જેમને રૂ.8.85 લાખનો દંડ ફટકાર્યો હતો.

સરીગામ પંચાયતને અડીને આવેલા ભીલાડ વીજ કંપનીનાં ડહેલી વિસ્તારમાં 6 વીજ મીટર ચેક કર્યા હતા.જેમાં ત્રણ મીટરમાં ચેડાં કરતા રૂ.60 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. સરીગામમાં વિજિલન્સ ટીમનાં આગમનની જાણ થતાં વીજ ચોરો સચેત થઇ ગયા હતા.વીજ ચોરો રાત્રે 8 થી સવારે 4 કલાક દરમ્યાન વીજ ચોરીને અંજામ આપી રહ્યા હોવાની બૂમ છે.

Dharinaben Nikhil Dhodi (REPORTER)

Vapi District Valsad Gujarat

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot