Explore

Search

February 4, 2026 12:51 pm

IAS Coaching

સરીગામમાં ટ્રાફિક જામથી હજારો વાહન ચાલકો ત્રાહિમામ

સરીગામ બાયપાસ માર્ગ અને 3 રસ્તા પર ટ્રાફીક પોલીસ જરૂરી


સરીગામ જીઆઇડીસીમાં 500થી વધુ નાના મોટા એકમો આવેલાં છે.જેમાંથી માલ ડિલિવરી કરવા જતાં ટેમ્પા સરીગામ ત્રણ રસ્તા થઈ કરમબેલા ઓવર બ્રીજ પરથી પસાર થઈ રહ્યા છે.જ્યારે પુનાટ માર્ગ પર ભારે વાહનો સરીગામ બાયપાસ માર્ગે પસાર થવા સરીગામ ત્રણ રસ્તા પરથી પસાર થઈ રહ્યા છે.
સરીગામનાં એકમોમાં કામદારો સાંજે 5 થી 7 કલાક વચ્ચે છૂટતા હોય છે ત્યારે કામદારો અને ઓફિસ સ્ટાફ હાઇવે પર કે વાપી સેલવાસ જવા માટે સરીગામ ત્રણ રસ્તાનો ઉપયોગ કરે છે તો સરીગામ કે.ડી.બી. હાઇસ્કૂલમાં ભણતા 2 હજારથી વધુ વિદ્યાર્થીઓ સાંજે 4.30 કલાકે શાળાએથી છૂટે છે. સરીગામ જીઆઇડીસીથી ભીલાડ રેલવે સ્ટેશન જનારા મુસાફરોને લઈ જતા વાહનો અને કંપનીનાં કામદારો ભરી લઈ જતી બસો આ માર્ગ પરથી પસાર થાય છે.જેના લીધે સાંજે 4.30 થી 7.નાં ગાળામાં સરીગામ ત્રણ રસ્તા પર રોજ ટ્રાફિક જામ સર્જાય છે.
ટ્રાફિક જામ હળવો કરવા સરીગામ ત્રણ રસ્તા પર ટ્રાફિક પોલીસની માગ ઉઠી છે.અગાઉ ભીલાડ પોલીસ સવાર-સાંજે સરીગામ બાયપાસ માર્ગ અને સરીગામ ત્રણ રસ્તા પર તૈનાત રહેતી હતી.જે સુવિધા હાલ બંધ હોય ભારે વાહનો સરીગામ બાયપાસનાં બિસ્માર માર્ગનાં બદલે સરીગામ બજાર થઈ પસાર થઈ રહ્યા છે. સરીગામ મુખ્ય માર્ગ પર છાશવારે ટ્રાફિક જામ થવાથી વાહનચાલકોને પડતી મુશ્કેલીઓ.

 

Dharinaben Nikhil Dhodi (REPORTER)

Vapi District Valsad Gujarat
Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot