Explore

Search

February 4, 2026 4:08 pm

IAS Coaching

પારડીમાં બે યુવક પર કારમાં આવેલા 5 ઇસમનો હુમલો,

પારડીમાં બે યુવક પર કારમાં આવેલા 5 ઇસમનો હુમલો, વિદ્યાર્થીઓની હોર્ન વગાડવાની બબાલમાં હુમલો કરાયો હતો.

પારડી વિશ્રામ હોટલ પર શનિવારે માલધારી સમાજના બે યુવકને કારમાં આવેલા પાંચ જેટલા ઇસમોએ લાકડા અને ધોકાથી માર મારી ફરાર થઈ ગયા હતા. પારડી શહેરમાં આવેલી વલ્લભ આશ્રમ ડે બોર્ડિંગ સ્કૂલ પાસે શુક્રવારના રોજ વિદ્યાર્થી ધિરેન્દ્ર, વિરેન્દ્ર અને હર્ષ રાઠોડની હોર્ન વગાડવા મુદ્દે બબાલ થઈ હતી. જે મુદ્દે વિદ્યાર્થીઓના સમાધાન માટે પારડી પોલીસ લાઇન પાછળ રહેતા મેહુલ કાનાભાઈ ભરવાડ અને ભોપાભાઈ હનુભાઈ ભરવાડ તેમજ ચિરાગ ચંદુભાઈ ભેગા થયા હતા. સ્કોર્પિયો અને હોંડા સિટી કાર લઈ હર્ષ હરીશભાઈ રાઠોડ રહે. ડુંગરા હરિયા પાર્ક વાપી, નિખિલ રાઠોડ રહે. વાપી તેમજ જિગ્નેશ જશવંતભાઈ પટેલ રહે. કોચરવા વેરી ફળિયા, વાપી રોહાન તેમજ વેદાંત આવ્યા હતા. ત્યાં સમાધાનની વાત તો દૂર રહી આવેલા પાંચેય ઇસમોએ લાકડા અને ધોકા વડે મેહુલ અને ભોપાભાઈને માર મારી ફરાર થઈ ગયા હતા.

ઇજાગ્રસ્ત યુવકને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં ભરવાડ સમાજના યુવાનો અને વડીલો આવી ચઢ્યા હતા. ઘટનાની ગંભીરતા જાણી પીઆઈ જી.આર ગઢવી અને ટીમ દોડી ગયા હતા. મારામારીનું મુખ્ય કારણ જાણવા સાથે મારવા આવેલા ઇસમો કોણ હતા જે બાબતની પૂછપરછ હાથ ધરી હતી. હુમલો કરી ભાગેલા પાંચેય ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

Dharinaben Nikhil Dhodi (REPORTER)

Vapi District Valsad Gujarat 

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot