નાનાપોંઢા પારડી રોડ પર નાસિક તરફથી આવતા શાકભાજી ભરેલા ટેમ્પાઓએ એક કારને અડફેટે લેતા કારમાં સવાર 3ને ઇજા થઇ હતી.અકસ્માત બાદ ચાલક ભાગી ગયો હતો.

શુક્રવારે બપોરે 1 વાગ્યે શાકભાજી ભરેલો ટેમ્પો નં RJ -19-GG-9254નો ચાલક પૂરપાર ઝડપે ટેમ્પો હંકારી પારડી તરફ આવી રહ્યો હતો ત્યારે નાનાવાઘછીપા કસ્તૂર ફાર્મ પાસે પારડી તરફથી આવતી આર્ટિગા કાર નં GJ-15-CK-9065ને અડફેટમાં લઇ કારને જમણી સાઇડે રોડ નીચે ઉતારી દીધી હતી. અકસ્માત બાદ ટેમ્પોચાલક ટેમ્પો મૂકી ભાગી છૂટ્યો હતો.
બીજી તરફ કારમાં સવાર પારડીના રાબડી ગામના રસિલાબેન ફતેસિંહ ચૌહાણ ઉવ 63, અને તેમના મોટા બહેન મંજુલાબેન રતિલાલ પઢિયાર ઉવ 65 અને તેમના બનેવી રતિલાલ નથુભાઈ પઢિયાર ઉવ 72 બંને રહે વલસાડ વાંકલને વધતી ઓછી ઇજા થઇ હતી.
જ્યારે ચાલક જિતેન્દ્ર રતિલાલ પઢિયાર ઉ વ 41 રહે વાંકલ વલસાડ અને અન્ય એક વૃદ્ધ મહિલાનો બચાવ થયો હતો. અકસ્માતની જાણ 108ને કરતા ત્રણેય ઇજાગ્રસ્તોને સારવાર માટે પારડીની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા.કારમાં સવાર પરિવાર ભીલાડ નરોલી ખાતે અશુભ પ્રસંગમાં હાજરી આપી પરત ફરતા અકસ્માત નડ્યો હતો. અકસ્માતને લઈ કાર ચાલકે પારડી પોલીસ મથકે ટેમ્પો ચાલક વિરુદ્ધ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.
Dharinaben Nikhil Dhodi (REPORTER)
Vapi District Valsad Gujarat





