Explore

Search

February 4, 2026 12:52 pm

IAS Coaching

ખુલ્લામાં અંતિમ ક્રિયા, કપરાડા પાણીમાંથી અંતિમ યાત્રા ધરમપુર.

કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં ગ્રુપ ગ્રામ પંચાયત કેતકી ઉમલી અને કાસ્ટોનીયા ત્રણ ગામનો સમાવેશ થાય છે. શનિવારે એક વ્યક્તિનું અવસાન થયું હતું. જેના અંતિમ સંસ્કાર કરવા ગ્રામજનોને કેતકી મુખ્ય રસ્તાથી ખોરી ફળિયા થઈને સ્મશાન ભૂમિ તરફ જતા ત્રણ કિલોમીટર પાકો રસ્તો ન હોવાથી ડાઘુઓને પગ રસ્તે જંગલ ઝાડી અને કોતરો પાણી વચ્ચેથી લઇ જવા મજબુર બન્યા હતા. વધુમાં પાકી સ્મશાન ભૂમિ પણ નથી જેના કારણે અહીંના લોકોને ગામમાં કોઈ મૃત્યુ પામે ત્યારે ખુલ્લા આકાશ નીચે અંતિમ સંસ્કાર કરવા પડે છે.

ધરમપુરના મોહનાકાવચાળીના યુવા સામાજીક કાર્યકર્તા દેવુ મોકાસીએ ટેલિફોનિક સંપર્કમાં જણાવ્યું હતું કે ગામના ઉંબરમાળ ફળીયામાં રહેતા તેમની 63 વર્ષીય મોટી મમ્મી યશોદાબેન લાહનુભાઈ મોકાસી સવારે નિધન થયું હતું. ગામના પટેલ ફળીયામાં બનેલા સ્મશાનભૂમિના મકાનમાં સગડી ન હોવાથી ખુલ્લામાં તેણીની અંતિમક્રિયા કરવી પડી હતી. આ વચ્ચે વરસાદ થતાં અંતિમક્રિયા વખતે ભારે હાલાકી પડી હતી. વધુમાં દેવુ મોકાસીએ જણાવ્યું હતું કે મોહનાકાવચાળીના ત્રણ ફળીયાને ઉપયોગી પટેલ ફળીયાની આ સ્મશાનભૂમિના બનેલા મકાનમાં સગડી હજુ સુધી મુકાઈ ન હોવાથી ખુલ્લામાં અંતિમક્રિયા કરવી પડતી હોય છે.

જેથી મકાન બની ગયું હોવાથી મકાનમાં બનતી ત્વરાએ સગડી મુકવામાં આવે સાથે પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવવા માગ યુવા સામાજીક કાર્યકર્તાએ કરી હતી. ધરમપુરમાં સ્મશાન ગૃહ બન્યુ પરંતુ સગડી ન હોવાથી વરસતા વરસાદમાં અંતિમ ક્રિયા કરવાની મજબૂરી બીજી બાજુ પૂરના પાણીમાંથી સ્મશાન યાત્રા કાઢવામાં આવી હતી.

ચોમાસામાં ભારે તકલીફ ભોગવવી પડે ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ વિનોદભાઈ ગિરધલ્યા ના જણાવ્યા મુજબ અહી આવેલ ખનકી પર કોઝવે નથી અને પાકો રસ્તો બન્યો નથી જેથી ચોમાસા દરમ્યાન ગ્રામજનોને ભારે તકલીફનો સામનો કરવાનો વારો આવે છે.આ સમસ્યા ઘણા સમયથી ચાલી આવી છે તંત્ર દ્વારા ધ્યાન આપી સ્થાનિક લોકો ને પડતી મુશ્કેલી દૂર કરવામાં આવે એવી માંગ કરી રહ્યા છે.

 

Dharinaben Nikhil Dhodi (REPORTER)

Vapi District Valsad Gujarat 

 

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot