વલસાડ જિલ્લા માંથી પસાર થતા નેશનલ હાઇવે નંબર 48 પર દર ચોમાસાની સિઝનમાં ખાડાઓ પડે છે. અને વેઠવું આમ જનતાએ પડે છે.ખાડાના કારણે દર વર્ષે ચોમાસામાં નાના મોટા અકસ્માતોમાં વધારો સાથે નિર્દોષ લોકો જીવ ગુમાવી રહ્યા છે.
તેમ છતાં ચોમાસા અગાઉથી જવાબદાર તંત્ર દ્વારા કાળજી લેવામાં આવતી નથી.હાલમાં પણ નેશનલ હાઇવે પર જીવલેણ ખાડાઓ પડ્યા છે. છેલ્લા 10 થી 15 દિવસ અગાઉ જ વરસાદને થોડો વિરામ લીધો હતો તેમ છતાં તંત્ર દ્વારા ખાડા પુરવાની કામગીરી માં આળસ કરી હોવાનું સ્પષ્ટ નજરે પડી રહ્યું છે. ત્યારે પારડી ચંદ્રપૂર નેશનલ હાઇવે ના બ્રિજ પર પડેલા ખાડાના કારણે બાઇક સવાર ઓરવાડના 54 વર્ષીય વ્યક્તિનો જીવ ગયો હતો. ઓરવાડ જાગૃતિ કોમ્પલેક્ષમાં રહેતા મૂળ પારડી કુંભારિયાના સંજયભાઈ મિઠ્ઠલભાઈ કો પટેલ ઉ વ 54 જેવો પોતાની હોન્ડા સિટી ડોન બાઇક નં GJ-15-JJ-6916 પર સવાર થઈ તેવો ગત શનિવાર ના રાતે દસેક વાગ્યે વલસાડ તરફ જતા હતા. ત્યારે ચંદ્રપૂર હાઇવે ના બ્રિજ પર પડેલો ખાડો વરસાદમાં ધ્યાને ન આવતા બાઈક ખાડામાં પડ્યું હતું અને તેવોએ કાબૂ ગુમાવતાં માર્ગ પર પટકાયા હતા જેવા ને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન રવિવારે રાતે બે વાગ્યે મોત નીપજ્યું હતું.

Dharinaben Nikhil Dhodi (REPORTER)
Vapi District Valsad Gujarat






