Explore

Search

February 4, 2026 2:33 pm

IAS Coaching

ધરમપુર તાલુકામાંથી જુગારનું દૂષણ નાબૂદ કરવા માગ

ધરમપુર તા.પં.પ્રમુખ તથા સરપંચો, આગેવાનોએ તાલુકાના પૂર્વ પટ્ટી વિસ્તારમાં વ્યસન અને જુગારોનું દૂષણ બંધ કરવા પ્રાંત અધિકારીને રજુઆત કરી હતી.

ધરમપુર તા.પં. પિયુષ માહલાના જણાવ્યા મુજબ તા.પં.કચેરીમાં તેમની ઓફિસમાં પૂર્વ પટ્ટી વિસ્તારમાં આવતા ગામોના સરપંચો ,આગેવાનોએ આ દૂષણની રૂબરૂ રજુઆતને લઈ પ્રાંત અધિકારીને લેખિત રજુઆત આપી છે. 17 જેટલી સહી સાથેની આ રજુઆતમાં જણાવ્યું હતું કે,પૂર્વ પટ્ટી વિસ્તારમાં વ્યસનના દૂષણથી લોકોનું જીવન બરબાદ થઈ શકે છે. વ્યસનના દૂષણથી કોઈ ખરાબ ઘટના નહીં બને એ ધ્યાને લઇ થઈ રહેલા પોલીસ પેટ્રોલીંગને વધુ સઘન બનાવવા ઉલ્લેખ કરાયો છે. આ વખતે પૂર્વ જિલ્લા પં. સભ્ય ઝીણાભાઈ પવાર, ગડીના અગ્રણી હરિલાલ ચૌધરી, સોનદર સરપંચ રામદાસ પવાર, મુરદડના મુરદર જહીરામ ગાંવડા, સુરેશ ગાંવીત, જામલીયાના સંદીપ ચૌધરી તથા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Dharinaben Nikhil Dhodi (REPORTER)

Vapi District Valsad Gujarat 

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot