વડોલી સ્થિત નવ નિર્માણ ચેરીટેબલ ટ્રસ્ટના હોદ્દેદારો કપરાડા તાલુકાના દાબખલ મુખ્ય રસ્તાથી સુલીયા તરફ જવાના માર્ગ ઉપર ઘોડી ફળિયામાંથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન કારના હેડ લાઈટના અજવાળામાં માર્ગની બાજુના જંગલમાં એક અલમસ્ત દીપડો દેખાતા એક તબક્કે તેમના હોશકોશ ઉડી ગયા હતા.જોકે સમય સૂચકતા વાપરી તેઓ ત્યાંથી નીકળી ગયા હતા.અને વન વિભાગને જાણ કરવાની તજવીજ હાથ ધરી હતી.

પારડી,કપરાડા અ્ને વલસાડ તાલુકામાં દીપડાઓ ફરી રહ્યાં છે. કપરાડા ફોરેસ્ટ વિભાગે દીપડાને પકડવાની તજવીજ હાથ ધરી હતી. કપરાડાના જંગલોમાં પણ દિપડાઓ ફરી રહ્યાં છે.થોડા દિવસો પહેલા પારડી તાલુકાના ડુમલાવ ગામમાં પણ એક વ્યક્તિ પર દીપડાએ હુમલો કર્યો હતો. અમ કપરાડા અને પારડી તાલુકામાં દીપડાઓનો આંતક વધી રહ્યો છે. વલસાડ જિલ્લાના ફોરેસ્ટ વિભાગના ઉચ્ચ અધિકારીઓ આ મામલે સ્થળ નિરીક્ષણ કરે તે જરૂરી છે.
Dharinaben Nikhil Dhodi (REPORTER) Vapi District Valsad Gujarat





