Explore

Search

February 4, 2026 2:32 pm

IAS Coaching

વલસાડમાં હોસ્પિટલ પાસે વિજ પોલ પડતાં ત્રણ વાહનો દબાયા

વલસાડમાં કસ્ટમ કચેરીના રોડ ઉપર મેડિકેર પાસે પોશ વિસ્તારમાં આવેલા નોબલ હોસ્પિટલ સામે એક લોખંડનો વિજ પોલ ધડાકાભેર ધરાશાયી થતા દોડભાગ મચી ગઇ હતી.નીચેના ભાગે કાટ ખાધેલો વિજ પોલ ભારે પવનના વેગથી તૂટી પડતાં 3 દ્વિચક્રી વાહન દબાઇ જતાં નુકસાન થયું હતું.

વલસાડ શહેરમાં ડોકટર હાઉસની ગલીમાંથી આગળ જતાં જૂની કસ્ટમ કચેરી પાસે મેડિકેર તરફ જતાં રોડ ઉપર મુખ્ય વિજલાઇન પસાર થાય છે.જ્યાં નોબલ હોસ્પિટલ સામે વિજ પોલ ભારે પવનના પગલે ધરાશાયી થઇને તૂટી પડતાં આસપાસના લોકોમાં દોડધામ મચી ગઇ હતી.હોસ્પિટલના રોડ ઉપર સતત અવરજવર રહેતી હોય છે પરંતું બપોરના સમયે કોઇ અવરજવર નહિ થતાં જાનહાનિ ટળી ગઇ હતી. જોકે રોડની બાજૂમાં પાર્ક કરવામાં આવેલું બુલેટ અને 2 મોપેડ પર વિજપોલનો ભાગ પડતાં નુકસાન થયું હતું.આ લોખંડનો વિજ પોલ નીચેના ભાગેથી કાટ ખાઇ ગયો હતો અને તેજ પવનના કારણે તૂટી પડ્યો હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.

Dharinaben Nikhil Dhodi (REPORTER)

Vapi District Valsad Gujarat 

Gold Coin News
Author: Gold Coin News

Digital Griot

Leave a Comment

Digital Griot
જાહેરાત
AI Tools Indexer
Marketing Hack4u
Digital Griot