છેલ્લા 3 દિવસમાં ધોધમાર વરસાદ વરસતા ઔરંગા નદીમાં પૂર આવતા વલસાડ શહેરના નીચાણવાળા વિસ્તાર કાશ્મીર નગર અને બરૂડીયાવાડ જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં ભાગડાખુર્દ (હનુમાનભાગડા), લીલાપોર, વેજલપોર, ભદેલી દેસાઈપાર્ટી અને નાનકવાડા ગામના વિસ્તારોમાં ઉદભવેલી પરિસ્થિતિને થાળે પાડવા .

પૂરમાં ધસડાઇ આવેલા કાદવકાંપ,કચરાની સફાઇ અને અસરગ્રસ્ત ફળિયાઓને સાફસુતરાં કરવા કામ હાથ ધરાયાં છે.પૂરના પાણી ઓસર્યા બાદઆ વિસ્તારોમાં કચરા અને કાદવના થર જામી જતાં ચાલવું પણ મુશ્કેલ બની ગયું હતું.
27 અને 28 ઓગસ્ટ 2024ના રોજ પાણી ઓસરી ગયા હતા.પરંતું અહિં કાદવકિચડ ફેલાયો હતો.જેને લઇ વહીવટીતંત્રના માર્ગદર્શનમાં વલસાડ નગરપાલિકા અને અન્ય ગ્રામ પંચાયતો દ્વારા યુદ્ધના ધોરણે સફાઈ કામગીરી કરવામાં આવી હતી. વલસાડ નગરપાલિકાની સફાઈ કામદારોની ટીમ કામે લાગી છે.
આરોગ્ય તંત્ર દ્વારા પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં 1475 લોકોની તપાસ થઇ હતી. રોગચાળો ન ફેલાય તે માટે પીવાના પાણીનું ક્લોરીનેશન તેમજ ટેબ્લેટ ક્લોરીનનું વિતરણ કરાયું હતું.મચ્છરોનો ઉપદ્રવ અટકાવવા જંતુનાશક પાવડર અને દવાનો છંટકાવ તેમજ ફોગિંગ મશીનથી કામગીરી કરાઇ રહી છે.
Dharinaben Nikhil Dhodi (REPORTER)
Vapi District Valsad Gujarat






2 thoughts on “હવે વલસાડમાં પૂર વિસ્તારમાં કાદવકાંપ કચરો કાઢવા ઝડપથી કામો હાથ ધરાયા”
Good information
Thank you
It’s my job